Ahmedabad News : પોશ વિસ્તારમાં અનોખી ઘરફોડ ચોરી, કાવેરી વિવંતામાં રાતોરાત ટ્રકમાં ઘરવખરી ભરી ચોરો ફરાર!

📅 Published: September 17, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેરના અતિ પોશ ગણાતા કાવેરી વિવંતા એપાર્ટમેન્ટમાં એક અત્યંત વિચિત્ર અને અનોખી ઘરફોડ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા રહીશના ઘરમાંથી રાતોરાત ટ્રકમાં આખી ઘરવખરી ભરીને અજાણ્યા શખ્સો ગાયબ થઈ ગયા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સની નજર સામે જ અંજામ આપવામાં આવી હતી. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ ચોરોએ ઘરમાં કોઈ પ્રવેશી ન શકે તે માટે ઘરનો આખો દરવાજો જ બદલી નાખ્યો હતો.

અંગત વિવાદ, ધમકીની ઓડિયો ક્લિપ અને વીડિયો વાયરલ

આ સમગ્ર ચોરીનો આક્ષેપ અંગત વિવાદના કારણે થયો હોવાનું વિગતોમાં સામે આવી રહ્યું છે. ઘટના સંબંધિત કેટલાક ચોંકાવનારા પુરાવા પણ સામે આવ્યા છે, જેમાં ઘર તોડવાનો લાઈવ વીડિયો અને ધમકી આપતી એક ઓડિયો ક્લિપનો સમાવેશ થાય છે. આ ઓડિયો ક્લિપ અને વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પીડિત પરિવારનો આક્ષેપ છે કે આ ચોરી પાછળ અંગત અદાવત અને મોટું ષડયંત્ર કામ કરી રહ્યું છે.

CCTV પુરાવા છતાં ફરિયાદ ના નોંધાતા મામલો હાઈકોર્ટે પહોંચ્યો

બનાવ અંગે પીડિત પરિવારે સોસાયટીના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ સાથે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જોકે, પૂરતા પુરાવા હોવા છતાં સ્થાનિક પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો ગંભીર આક્ષેપ પીડિત પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આખરે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી ન કરાતાં પીડિત પરિવારે ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો : PM Modi’s 76th Birthday LIVE : “રામ મંદિર, 370 અને સંસ્કૃતિનું જતન”, PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલેશ્વર દાસજીનું મોટું નિવેદન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *