Ahmedabad News: બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા 25 હજારની લાંચ લેતા સ્ટેટ ટેક્સના 2 અધિકારી ઝડપાયા

📅 Published: August 14, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય વેરા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા 2 ઉચ્ચ અધિકારીઓ રૂ. 25,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં સરકારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બે લાંચિયા અધિકારીઓ આબેહૂબ ઝાપટમાં આવ્યા

ખેડા ACBની ટીમ દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને રાજ્ય વેરા વિભાગના 2 કર્મચારીઓની અટકાયત કરી લેવામાં આવી છે. ઝડપાયેલા લાંચિયા અધિકારીઓમાં સ્ટેટ ટેક્ષ ઓફિસર કમલેશકુમાર ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક મોહમંદ અઝીઝ મન્સુરીનો સમાવેશ થાય છે.

બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માંગી હતી રૂ. 25,000 ની લાંચ

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદીની કંપની દ્વારા GST રિટર્ન અને ટેક્સ ન ભરાયો હોવાથી વિભાગ દ્વારા તેમનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. આ સીઝ થયેલું બેન્ક એકાઉન્ટ ફરી ચાલુ (અનફ્રીઝ) કરવાના બદલામાં બંને અધિકારીઓએ ફરિયાદી પાસેથી રૂ. 25,000 ની લાંચની માંગણી કરી હતી.

Ahmedabad News: ACB Trap: Two State Tax Officers Caught Taking ₹25,000 Bribe

લાલ દરવાજા સ્થિત ઘટક-6 ની કચેરીમાંACB ની ટ્રેપ

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલી રાજ્ય વેરા વિભાગની ઘટક-6 ની કચેરી માં ACB દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad News: ACB Trap: Two State Tax Officers Caught Taking ₹25,000 Bribe

ACB એ રૂ. 25,000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી

ટ્રેપ દરમિયાન બંને અધિકારીઓએ એકબીજાની સંમતિથી ફરિયાદી પાસેથી રૂ. 25,000 ની રકમ સ્વીકારતા જ ખેડા ACB ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ACB એ લાંચની પૂરેપૂરી રૂ. 25,000 ની રકમ જપ્ત કરી બંને અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – Ahmedabad News: ડાંગરવા ગ્રામ પંચાયતના પટાવાળા મનુજી ઠાકોર 2500ની લાંચ લેતા ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *