Ahmedabad News: બ્લડ પ્રેશર અને હૃદયરોગને લગતી દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત, આરોગ્ય વિભાગે 30 સ્થળે દરોડા પાડ્યા

📅 Published: August 23, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં હાઇ બ્લડ પ્રેશરની નકલી દવા વેચાતી હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસનો રેલો અમદાવાદ,સુરત, ભુજ,ભાવનગર સુધી પહોંચ્યો છે.છેલ્લા ચાર દિવસમાં 30થી વધુ પેઢીઓમાં દરોડા પાડી નિકાર્ડિયા રિટાર્ડ 10 ની 1.70 લાખની કિંમતની શંકાસ્પદ 1250 ગોળીઓ જપ્ત કરાઇ છે.નકલી દવા સપ્લાયના આ મસમોટા રેકેટનો છેડો છેક ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉં સુધી પહોંચ્યો છે!

માનવ આરોગ્યને લઈને મોટી ચિંતાનો વિષય

લેબ પરિક્ષણમાં જો આ શંકાસ્પદ લાગતી દવાઓ વાસ્તવમાં નકલી હોવાનું સાબિત થાય તો માનવ આરોગ્યને લઈને મોટી ચિંતાનો વિષય બની જશે.ભરૂચની જે.બી. કેમિકલ્સ એન્ડ કાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત નિકાર્ડિયા રિટાર્ડ 10 ગોળીઓ,બેચ નંબર એસીજી 25007ની બનાવટી દવા સેટેલાઈટમાં વેચાઈ રહી હોવાની બાતમી હતી.તપાસમાં નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી 60 ગોળીઓ મળી હતી.પાલડીની પાર્શ્વ મેડિકલ એજન્સીમાંથી એપેક્સ સર્મા એજન્સી,ભાવનગર મારને રોટરી ટીમ્બી મેડિકલ સ્ટોર્સ, ટીમ્બી, જિલ્લો ભાવનગરને સપ્લાય કરાવેલી ઉપરોક્ત દવાની 590 ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. 

શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવાયા

તપાસમાં અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવાયા છે.જેમાં તેમાં વિવિધ બેચની નિકાર્ડિયા રિટાર્ડ-20, સિલાકાર-5, સિલાકાર-10, સિલાકાર-ટીએમ-50 તથા નિકાર્ડિયા રિટાર્ડ-10 ગોળીઓનો સમાવેશ થાય છે.આ સામાન્ય તાવ-શરદીની દવાઓ નથી.આ દવાઓ બ્લડ પ્રેશર અને હ્રદયની સારવાર સાથે સીધી રીતે સંકળાયેલી છે.તેથી જો કોઈ દવા ખરેખર નકલી હોય,તેમાં સક્રિય ઘટક ન હોય અથવા તેની માત્રા ખોટી હોય તો દર્દીને જરૂરી સારવાર ન મળે અથવા બ્લડ પ્રેશર પર અણધારી અસર થઈ શકે છે. તપાસમાં લખનઉંના સેના કામાસથી અમદાવાદના વિવિધ શહેરોમાં આ દવાઓ સપ્લાઇ થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 આ મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરાઈ

અમદાવાદમાં ફાર્મા-365, વર્ધમાન મેડિકલ એજન્સી, સેટેલાઇટમાં લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પારસ ઈકોમેડ,અરિહંત મેડિકલ એજન્સી,પાલડીમાં પાર્શ્વ મેડિકલ એજન્સી,ગિરિરાજ હેલ્થ કેર,સાણંદમાં સાણંદ મેડિકલ સ્ટોર્સ,શાહીબાગમાં જે.એલ.યુ. મેડિકલ એજન્સી, આયુષ મેડિકલ એજન્સી- સુમેલ, મેઘાણીનગરમાં આગમ ગમ ફાર્માસ્યુટિકલ,દરિયાપુરમાં એશ્યોર હેલ્થ કેર,સોલામાં રિદ્ધિ મેડિકલ એજન્સી, એલિસબ્રિજમાં પારસ મેડિકલ એજન્સી ઘાટલોડિયામાં ગ્લોબલ ફાર્મા અને એલિસબ્રિજમાં કે.એમ. ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં દરોડાની કાર્યવાહી કરાઇ હતી.નડિયાદમાં કિશન મેડિકલ સ્ટોર, સુરતમાં મેરુ ફામાં શ્યામ ડિસ્ટ્રીબ્યુટર, ભુજ-ગાંધીધામમાં સંજીવની મેડિકલમાં, ભાવનગરમાં એપેક્સ ફાર્મા, રામ મેડિકલ સ્ટોર, સત્યમ ફાર્મસી, ઉમરાળામાં રોટરી ટીમ્બી મેડિકલ સ્ટોરમાં રેડ પડાઈ હતી.

આ પણ વાંચોઃ India News: બંગાળની ખાડીમાં પનામા બલ્ક કેરિયર જહાજ ડૂબ્યું, શોધખોળ માટે ICGએ મોકલ્યા 3 જહાજો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *