Ahmedabad News : મજૂરોના જીવ સાથે ચેડાં કરનાર સામે તંત્રનો સકંજો, બે કામદારોના મોત કેસમાં કોન્ટ્રાક્ટરને ફટકારાઈ નોટિસ

📅 Published: November 5, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા એસટીપી (STP) પ્લાન્ટમાંથી એક અત્યંત હ્રદયદ્રાવક અને દુખદ સમાચાર સામે આવ્યા છે. પ્લાન્ટમાં કામગીરી દરમિયાન સર્જાયેલી ગંભીર લાપરવાહીના કારણે બે નિર્દોષ મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટના બનતા જ શ્રમિક વર્ગ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. શ્રમિકોની સુરક્ષાને તાંવે તંત્રના મોટા-મોટા દાવાઓ પોા પોલ ખોલતી આ ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

50 લાખ રૂપિયાના દંડની નોટિસ ફટકારાઈ

આ ઘટના અંગે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સીધી રીતે કોન્ટ્રાક્ટરની ગંભીર જવાબદારી અને બેદરકારી સામે આવી છે. મજૂરોને પૂરતા સુરક્ષા સાધનો કે સેફ્ટી કીટ આપ્યા વિના જોખમી કામમાં ઉતારવા બદલ તંત્ર દ્વારા કડક રૂખ અપનાવવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારી બદલ સબંધીત કોન્ટ્રાક્ટરને 50 લાખ રૂપિયાના માતબર દંડની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, આ દુર્ઘટનામાં કસૂરવાર કોણ છે અને કોની ભૂલના કારણે આ ભોગ લેવાયો તેની ઊંડાણપૂર્વક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

બંને પીડિત પરિવારોને 30-30 લાખની સહાય

મજૂરોના પરિવાર પર આવેલા આભાસી આફતના સમયે તેમને આર્થિક રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મૃત્યુ પામનાર બંને કામદારોના પરિવારોને 30-30 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ માનવતાવાદી અભિગમ દાખવીને મૃતકોના બાળકોના ભવિષ્ય અને અભ્યાસનો તમામ ખર્ચ અને જવાબદારી પણ કોન્ટ્રાક્ટર દ્વારા જ ઉઠાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં કાયદેસરની સઘન તપાસ જારી છે.

આ પણ વાંચો : Vapiમાં નશાના વેપાર પર પોલીસની લાલ આંખ, લાખોની કિંમતના હાઈબ્રિડ વીડ ગાંજા સાથે એક ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *