Ahmedabad News: યુનિવર્સિટીમાં UG અને PGમાં 34 હજારથી વધુ બેઠકો ખાલી, આજથી નવો રાઉન્ડ

📅 Published: September 7, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) પોર્ટલના રાજમાં ચાલુ વર્ષે પણ યુજી કોર્સની પ્રવેશ પ્રક્રિયાને ચાર મહિના થયા છતાં હજુ પ્રવેશનો અંત આવ્યો નથી. ગુજરાત યુનિવર્સિટીમાં યુજી-પીજી કોર્સમાં 34499 જેટલી બેઠકો ખાલી પડી છે.આ ખાલી બેઠકોમાં પ્રવેશ માટે સોમવારથી મોપ-અપ રાઉન્ડનો પ્રારંભ થશે. મહત્વની વાત એ છે કે,છેલ્લા ત્રણ વર્ષથી જીકાસના ધાંધિયામાં વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે તેમ છતાં ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ સરકાર સામે ભેદી મૌન ધારણ કરી બેઠા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. 

બેઠકો ખાલી હોવાથી જીકાસની પોલ ઉઘાડી પડી

રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજી કોર્સમાં પ્રવેશ માટે મે મહિનામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જીકાસના કુલ ચાર ઓનલાઈન રાઉન્ડના અંતે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત અને યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં ભારે રોષ ફેલાયો હતો.એ પછી યુનિવર્સિટીઓને સત્તા સોંપવામાં આવી હતી.જેમાં પણ ત્રણ-ત્રણ વખત નવા રાઉન્ડની મુદત વધારવાનો વારો આવ્યો હતો.આખરે છેલ્લા રાઉન્ડના અંતે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી.પરંતુ યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી હોવાથી જીકાસની પોલ ઉઘાડી પડી છે. 

 11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશે

બીજી તરફ હજુ પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રખડી રહ્યાં હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો,યુજી અને પીજી કોર્સમાં 34 હજાર કરતાં વધુ બેઠકો ખાલી પડી છે.રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી છે.જેથી ફરી એક રાઉન્ડ કરવાની જાહેરાત કરાઈ છે.જે અન્વયે ગુજરાત યુનિવર્સિટીમાં 7થી 11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશે. છેલ્લા ત્રણ વર્ષથી જીકાસ સિસ્ટમના ધાંધિયાને કારણે વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. 

સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ આ મુદ્દે મૌન

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ આ મુદ્દે મૌન સેવીને બેઠા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.પરિસ્થિતિને થાળે પાડવા માટે અગાઉ યુનિવર્સિટીઓને પ્રવેશની સત્તા સોંપવામાં આવી હતી, જેમાં પણ ત્રણ-ત્રણ વખત મુદત વધારવી પડી હતી. હવે ખાલી પડેલી બેઠકો ભરવા અને રખડતા વિદ્યાર્થીઓને રાહત આપવા માટે ફરી એકવાર મોપ-અપ રાઉન્ડ કરવાની ફરજ પડી છે.જે અન્વયે ગુજરાત યુનિવર્સિટીમાં ૭થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *