Ahmedabad News : રખિયાલમાં ડુપ્લીકેટ ખાધ્ય તેલનું કૌભાંડ ઝડપાયું, ‘તિરુપતિ’ ના અસલી ડબ્બામાં વેચાતું હતું નકલી તેલ!

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતું ડુપ્લીકેટ ખાધ્ય તેલ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. પ્રખ્યાત બ્રાન્ડ ‘તિરુપતિ કોટનસીડ ઓઇલ’ના અસલી ડબ્બાઓ અને તેના સીલનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરીને નકલી તેલ બજારમાં વેચવાનો કારસો રચવામાં આવ્યો હતો. આ અંગેની ગુપ્ત બાતમી મળતાં જ રખિયાલ પોલીસે તાત્કાલિક દરોડો પાડીને બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ આ કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે.

44 ડુપ્લીકેટ ડબ્બા અને રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી સીલ તૂટેલી અને બેરંગી (ડિસ્કલર્ડ) સીલ મારેલાં શંકાસ્પદ તેલના ડબ્બાઓ મળી આવ્યા હતા. આરોપીઓ દ્વારા અસલી પેકિંગ જેવા દેખાતા ડબ્બામાં હલકી ગુણવત્તાનું તેલ ભરીને તેને બ્રાન્ડેડ તરીકે બજારમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી 44 ડુપ્લીકેટ તેલના ડબ્બા અને નકલી સીલ સહિત કુલ રૂ.1.24 લાખનો માલસામાન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી અમિત કુશવાહની ધરપકડ અને આગળની તપાસ

આ ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિમાં સંકળાયેલા આરોપી અમિત કુશવાહની રખિયાલ પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. આ નકલી તેલ ક્યાં તૈયાર કરવામાં આવતું હતું અને અત્યાર સુધી બજારમાં કયા-કયા વેપારીઓને સપ્લાય કરવામાં આવ્યું છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ કડક પૂછપરછ ચાલુ છે.

આ પણ વાંચો : Chhota Udaipur News : સંખેડામાં ઢાઢર નદી બે કાંઠે વહી, કન્ટેશ્વર-કાળી તલાવડી કોઝવે 7 ફૂટ પાણીમાં ગરકાવ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *