Ahmedabad News : રિક્ષાચાલકોના આક્રોશ સામે RTO નું કડક વલણ, ગાઇડલાઇનનો ભંગ કરનાર Ola-Uber-Rapido ને નોટિસ…

📅 Published: October 24, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેર Regional Transport Office (RTO) દ્વારા જાણીતી ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓ Ola, Uber અને Rapido સામે અત્યંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કંપનીઓ દ્વારા શહેરમાં ઓટોરિક્ષા ચલાવતા ડ્રાઈવરોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયત ભાડા કરતાં ખુબ જ ઓછું ભાડું ચૂકવવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો સામે આવી હતી. રિક્ષાચાલકોના હિતમાં અને ગેરરીતિ અટકાવવા માટે RTO એગ્રેસિવ મૂડમાં આવીને ત્રણેય કંપનીઓને સત્તાવાર નોટિસ ફટકારી દીધી છે.

નિયત ભાડાનું માત્ર 50% જ ચૂકવણું

રિક્ષાચાલક એસોસિએશન દ્વારા RTO તંત્ર સમક્ષ લેખિતમાં ચોંકાવનારા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આક્ષેપ કરાયો હતો કે આ કંપનીઓ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમિત ભાડા દરના માત્ર 50% જેટલી જ રકમ રિક્ષાચાલકોને આપે છે અને બાકીનો હિસ્સો પોતાની પાસે રાખી લે છે. આ પ્રક્રિયાના કારણે Motor Vehicle Aggregator Guidelines 2020 ની શરતો અને નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું પ્રસ્થાપિત થતાં RTO એ આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે.

3 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ

અમદાવાદ RTO દ્વારા તમામ એગ્રીગેટર કંપનીઓને આ નોટિસનો જવાબ આપવા માટે માત્ર 3 દિવસ નો સમય આપવામાં આવ્યો છે. નિયત સમયમર્યાદામાં જો કંપનીઓ તરફથી યોગ્ય અને સંતોષકારક સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો તેમની સામે ગાઈડલાઈન મુજબ કડક કાયદાકીય પગલાં અને લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. RTO ની આ આકરી નીતિથી રિક્ષાચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પામન વાંચો : Gandhinagar News : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોના પગારની પદ્ધતિમાં મોટો ફેરફાર, 1 નવેમ્બરથી ‘કર્મયોગી’ પોર્ટલ અને IFMSથી થશે ચૂકવણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *