Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા

📅 Published: August 21, 2026 | 📂 Category: Ahmedabad

CBI કોર્ટ અમદાવાદ દ્વારા આજે લાંચના કેસમાં આરોપી આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 20000ના દંડ સાથે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. CBIએ 22 ફેૂબ્રુઆરી 2013ના રોજ તાત્કાલિક કેસ નોંધ્યો હતો. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી આવકવેરા અધિકારીએ ફરિયાદી પાસેથી આવકવેરા કાયદાની કલમ 11 અને 80G હેઠળ પ્રમાણપત્ર જારી કરવા માટે શ્રીલેખા વિવિધલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટને મુક્તિ આપવા બદલ 10000 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી

સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી પાસેથી 10000ની ગેરકાયદેસર લાંચ સ્વીકારતા આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.આરોપીની 22. ફેબ્રુઆરી 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સીબીઆઈ દ્વારા 31.10.2013ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.કોર્ટે ટ્રાયલ પછી આજે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને 20 હજારના દંડ સાથે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 

22 ફેબ્રુઆરી 2013ના રોજ સત્તાવાર ફરિયાદ નોંધાઈ

આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહ સામે 22 ફેબ્રુઆરી 2013ના રોજ લાંચ માગવા અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા આ કેસની ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. સીબીઆઈની ટીમે તપાસ દરમિયાન તમામ મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા હતા અને આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અમદાવાદ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન સાક્ષીઓ, લેખિત પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપી અધિકારી જરનૈલ બી. સિંહને દોષિત ઠેરવ્યા હતા. 

આ પણ વાંચોઃ 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *