અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. વિરમગામ શહેરના જાણીતા મોટી વ્હોરવાડ વિસ્તારમાં આવેલા ઓનેસ્ટી ઈલેક્ટ્રોનિક્સના વેપારી પર અસામાજિક તત્વો દ્વારા છરી વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે.
માઇક્રોફોનના નાણાં બાબતે બોલાચાલી અને ઝઘડો
પ્રાપ્ત વિગતો અનુસાર, મિત્રના માઇક્રોફોનના પૈસા પરત આપવા બાબતે આરોપીઓ અને વેપારી મહમદસફી વોરા વચ્ચે બોલાચાલી થઈ હતી. વેપારી દ્વારા પૈસા આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વેપારી સાથે ઉગ્ર ઝઘડો કરી છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ મથકે 2 શખ્સો સામે ગુનો નોંધાયો
હુમલાના આ બનાવ બાદ આરોપીઓ સ્થળ પર છરી ફંગોળીને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનારા વેપારી દ્વારા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સુફિયાન મયુદ્દીનભાઈ મદાર તેમજ ફૈઝાનભાઈ મુસ્તુફાભાઈ ઘાંચી નામના 2 શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Rahul Gandhiની રેલીમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો અને 24 જિલ્લા પ્રમુખો સસ્પેન્ડ
