દેશના સૌથી વિકસિત અને ગતિશીલ મહાનગરોમાં સ્થાન ધરાવતા અમદાવાદ શહેરે સ્વચ્છતાના ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્વચ્છ શહેર જોડીમાં અમદાવાદને ‘મેન્ટર શહેર’ (Mentor City) તરીકેનું ગૌરવવંતુ સન્માન પ્રાપ્ત થયું છે. આ રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત એવોર્ડ દેશના મહામહિમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે અમદાવાદ શહેરને એનાયત કરવામાં આવ્યો છે, જે સમગ્ર ગુજરાત માટે ગર્વની ક્ષણ સમાન છે.
‘Reduce, Reuse, Recycle’ નીતિનું ઉત્કૃષ્ટ પરિણામ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાના યોગ્ય સંચાલન માટે અપનાવવામાં આવેલી ‘રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ’ (Reduce, Reuse, Recycle – 3R) નીતિના સફળ અમલીકરણને કારણે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. શહેરને ‘ઝીરો વેસ્ટ સિટી’ (Zero Waste City) તરફ લઈ જવા માટે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ઉત્તમ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે સરાહના કરવામાં આવી છે.

કમિશનર બંછાનિધિ પાનીની પ્રતિક્રિયા અને સફાઈ કર્મીઓનું સન્માન
આ મોટી ઉપલબ્ધિ અંગે પ્રતિક્રિયા આપતા AMC કમિશનર બંછાનિધિ પાનીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ એવોર્ડનો તમામ શ્રેય શહેરના સમર્પિત સફાઈ કર્મીઓની અથાક મહેનતને આપ્યો હતો અને તમામ સફાઈ કામદારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. કમિશનરે જણાવ્યું હતું કે આગામી સમયમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીની આ કામગીરીને વધુ વેગવંતી અને ગતિમાન બનાવવામાં આવશે.
<a href="
=” target=”_blank”>
=
આ પણ વાંચો: Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, ગોલ્ડ અને તાજામાં વધ્યો અધધ ભાવ!
