Ahmedabad News: શેઠ સીએન વિદ્યાલયમાં બાળક સાથે ક્રૂરતા! શિક્ષકે વિદ્યાર્થીને માર્યા 6 લાફા! Video

📅 Published: October 23, 2026 | 📂 Category: Crime

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી જાણીતી શેઠ સીએન વિદ્યાલયમાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા ધોરણ-9ના એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા સામાન્ય બાબતમાં કોઈ અતિશય ગંભીર કારણ વગર સરેઆમ 6 જેટલા લાફા ઝીંકી દેવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અમાનવીય વર્તનને કારણે વાલીઓ અને શૈક્ષણિક જગતમાં ભારે રોષ ફેલાયો છે.

વર્ગખંડના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ

આ સમગ્ર ઘટના ક્લાસરૂમની અંદર જ બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને કેવી નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે કે, શાળાઓમાં બાળકો કેટલા સુરક્ષિત છે.

<a href="

=” target=”_blank”>

=

વાલીની DEO કચેરીમાં સત્તાવાર અરજી

ઘટનાથી આઘાતમાં સરી પડેલા વિદ્યાર્થીના પિતાએ આ મામલે ચૂપ બેસી રહેવાને બદલે તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પહોંચીને લેખિત અરજી કરી હતી. શિક્ષકની આ કાસાઈગીરી સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે વાલીએ ન્યાયની ગુહાર લગાવી છે.

DEO દ્વારા શાળા સંચાલકોને નોટિસ અને ખુલાસો માંગ્યો

વાલીની અરજી અને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજને ગંભીરતાથી લઈને અમદાવાદ DEO તંત્ર સક્રિય બન્યું છે. DEO દ્વારા શેઠ સીએન વિદ્યાલયના સંચાલકો અને જવાબદાર શિક્ષક સામે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે શાળા પાસેથી તાત્કાલિક ધોરણે સ્પષ્ટ ખુલાસો માંગવામાં આવ્યો છે અને જો કસૂરવાર જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો: Ahmedabad News: વટવામાં ફી મુદ્દે ખેલ, રાજારામ વિદ્યાવિહાર શાળાએ ધોરણ-5ની વિદ્યાર્થિનીને પરીક્ષાથી રોકતા DEOએ ફટકારી નોટિસ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *