Ahmedabad News: સરખેજ ડ્રગ્સ લેબના તાર 2 રાજ્યો સુધી જોડાયા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી કનેક્શન ખૂલ્યા

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના સરખેજમાં પકડાયેલી ડ્રગ્સ લેબોરેટરીના મામલે આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ નેટવર્ક રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે.તપાસમાં રાજસ્થાનના પ્રતાપગઢના નૌગાંવ અને મધ્યપ્રદેશના મંદસૌર તેમજ જાઓરા સુધી કનેક્શન ખુલ્યા છે. આરોપીએ અગાઉ રાજસ્થાનના નૌગાંવમાં એમડી ડ્રગ્સ બનાવવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો.આ ડ્રગ્સ નૌગાંવ સ્થિત જુનૈદ ખાનના પોલ્ટ્રી ફાર્મમાં બનાવવાનો પ્રયત્ન કરાયો હોવાની કબૂલાત મળી છે.આરોપીએ અકરમભાઈ અને શેરદિલ ખાન સાથે મળીને આ ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.આરોપી મધ્યપ્રદેશના મંદસૌરમાં રહેતા દાનિશ નામના શખ્સ પાસેથી રોકડમાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો.

મકાનમાં ડ્રગ્સ લેબોરેટરી સક્રિય કરવામાં આવી

આ ડ્રગ્સ મેળવવા માટે આરોપી પોતે કાર ચલાવીને દાહોદ તેમજ એમપી બોર્ડર સુધી જતો હતો.ડ્રગ્સ લેબોરેટરી શરૂ કરવા માટે આરોપીએ ઈન્ડિયામાર્ટ મારફતે વિવિધ કેમિકલ્સની ખરીદી કરી હતી.અમદાવાદના ઓઢવ અને કઠવાડા ઔદ્યોગિક વિસ્તારમાંથી પણ કેમિકલ્સ ખરીદ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. લેબોરેટરી ચલાવવા માટે જરૂરી વિવિધ વૈજ્ઞાનિક સાધનો ઓઢવની એક દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતા.આરોપીએ સ્થાનિક બજારોમાંથી રાસાયણિક પદાર્થો મેળવીને ગેરકાયદે ડ્રગ્સ બનાવવાની તૈયારીઓ કરી હતી.ઓઢવ અને કઠવાડાના વેપારીઓ પાસેથી મેળવેલા કેમિકલનો ઉપયોગ લેબમાં કરવામાં આવતો હતો. સાધનો અને કેમિકલની વ્યવસ્થા ગોઠવીને સરખેજના મકાનમાં ડ્રગ્સ લેબોરેટરી સક્રિય કરવામાં આવી હતી.

અન્ય શખ્સો સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ 

સમગ્ર પ્રકરણમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા બેઝમેન્ટ લેબોરેટરીના બાંધકામ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે. મકાનના બેઝમેન્ટમાં લેબનું બાંધકામ કેવી રીતે કરવામાં આવ્યું તે દિશામાં એજન્સી તપાસ કરી રહી છે. ડ્રગ્સના આ મોટા કારોબારમાં થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ પણ અત્યંત તેજ બનાવવામાં આવી છે. આરોપીના આઈસીઆઈસીઆઈ અને એસબીઆઈ બેંક ખાતાઓના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરાઈ છે. બંને બેંક ખાતાઓ દ્વારા કરવામાં આવેલા તમામ આર્થિક વ્યવહારોની વિગતો ચકાસવામાં આવી રહી છે. આરોપીના રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથેના કનેક્શન અંગે પણ એનસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *