Ahmedabad News : ‘સેવાનો રંગ, રાષ્ટ્રના સંગ’ સંદેશ સાથે ઐતિહાસિક આયોજન, 6500 છાત્રોની સામૂહિક સપ્તરંગી માનવ આકૃતિ જોઈ CM ગદગદ

📅 Published: October 6, 2026 | 📂 Category: Ahmedabad

PM નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ સંદેશ સાથે એક ભવ્ય માનવ આકૃતિ (રંગોળી) કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ અનોખા કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના અદ્ભુત ઉત્સાહને બિરદાવ્યો હતો.

6,500 વિદ્યાર્થીઓએ સપ્તરંગી માનવ આકૃતિથી રચ્યો ઇતિહાસ

આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની વિવિધ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના આશરે સાડા છ હજાર (6,500) જેટલા વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ઓરેન્જ, યેલો, રેડ, પર્પલ, ગ્રીન, બ્લ્યૂ અને વ્હાઇટ જેવા સપ્તરંગોના સમૂહમાં એકસાથે જોડાઈને ભારત દેશની આકર્ષક માનવ રંગોળી રચી હતી. વિદ્યાર્થીઓની શિસ્ત, સર્જનાત્મકતા અને સામૂહિક ભાગીદારીથી સમગ્ર GMDC ગ્રાઉન્ડ રાષ્ટ્રભાવના અને દેશભક્તિના રંગોથી રંગાઈ ગયું હતું. આ દરમિયાન મા અંબાના ગરબાના સૂર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બન્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા

CM ભૂપેન્દ્ર પટેલે માનવ રંગોળીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને બાળકોના આ અનોખા પ્રયાસ તેમજ રાષ્ટ્રપ્રેમની ભાવનાને વખાણી હતી. તેમણે માનવ આકૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થી પ્રતિનિધિઓને પોતાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશભાઈ બારોટ, મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, સાંસદ દિનેશભાઈ મકવાણા અને હસમુખભાઈ પટેલ સહિત અનેક ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Suratમાં વરસાદી વિરામ બાદ રોગચાળાનો ઘાતક કહેર, તાવ, ઝાડા અને ઉલટીથી વધુ બે નાગરિકોના મોત…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *