Ahmedabad News : સ્ત્રીમાંથી પુરુષ બનેલા વ્યક્તિની હાઈકોર્ટમાં અરજી, જન્મના દાખલામાં નામ સહિત જેન્ડર બદલવા માગ

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

વ્યક્તિગત ઓળખ અને મૂળભૂત અધિકારોને લગતા એક મહત્ત્વના કાનૂની કિસ્સામાં 34 વર્ષીય યુવકે પોતાના જન્મ અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં નામ તથા જેન્ડર સુધારવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈએ પ્રાથમિક સુનાવણી બાદ ગુજરાત સરકાર, રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રાર, જિલ્લા શિક્ષણાધિકારી અને તેની શાળાને નોટિસ ફટકારી છે.આ મામલે તમામ સંબંધિત પક્ષકારો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને કેસની વધુ સુનાવણી 9 ઑક્ટોબર, 2026ના રોજ રાખી છે.

આ અરજદારનો જન્મ 1992માં થયો હતો

રિટ અરજીની વિગતો અનુસાર,આ અરજદારનો જન્મ 1992માં થયો હતો અને શરૂઆતના સરકારી દસ્તાવેજોમાં તે મહિલા તરીકે નોંધાયેલી હતી.જોકે સમય જતાં તેમણે જાતિગત અસંતોષ અનુભવ્યો હતો અને તબીબી તપાસ બાદ તેમાં જેન્ડર આઈડેન્ટિટી ડિસઓર્ડર હોવાનું નિદાન સામે આવ્યું હતું.નિષ્ણાત તબીબોની સલાહ બાદ સર્જરી સફળતાપૂર્વક કરાવી હતી.ત્યારબાદ વર્ષ 2018માં તેમને નવા પુરુષ ઓળખકાર્ડ સાથેનું સત્તાવાર જેન્ડર રેકગ્નિશન સર્ટિફિકેટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જે તેમની નવી પુરુષ તરીકેની ઓળખને કાનૂની માન્યતા આપતું હતું.

મૂળભૂત અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન

સર્જરી અને નવા સર્ટિફિકેટના આધારે તેમના પાસપોર્ટ, PAN કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા તમામ મુખ્ય ઓળખપત્રોમાં પુરુષ જાતિ અને નવું નામ સફળતાપૂર્વક અપડેટ થઈ ગયું હતું.પરંતુ,તમામ જરૂરી પુરાવા અને અરજીઓ રજૂ કરવા છતાં રાજકોટ મહાનગરપાલિકા તથા શાળાના સત્તાધીશોએ જન્મના દાખલા અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં આ સુધારો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.અરજદાર તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, સત્તાધીશો દ્વારા સુધારો કરવાનો આ ઇનકાર અતાર્કિક અને સંપૂર્ણપણે ગેરકાયદે છે. જેના કારણે યુવકના તમામ સરકારી દસ્તાવેજોમાં ભારે વિસંગતતા ઊભી થઈ છે. આ કાર્યવાહી બંધારણના અનુચ્છેદ 14 અને 21 હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા, બંને સિવિલ હોસ્પિટલમાં રોજ 20 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *