Ahmedabad News: 15 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નળ સરોવરના દરવાજા ખુલશે, જાણો કેવી રીતે મળશે પ્રવેશ

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકા વિસ્તારને અડીને આવેલા વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યમાં દર વર્ષે અઢીથી ત્રણ લાખ જેટલા દેશ-વિદેશના જાતજાતના પક્ષીઓ આવે છે.જેને જોવા માટે 60 હજારથી વધુ સહેલાણીઓ મુલાકાત લે છે.ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે વોચ ટાવર, એન્ટ્રીગેટ, ફૂડ કોર્ટ અને વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરી કાયાકલ્પ કરાયો છે.જેનો લાભ પ્રવાસીઓને આગામી 15મી ઓક્ટોબરથી મળવાનું શરૂ થઈ જશે.દિવાળી પછી નવી 100 બોટિંગ સેવા શરૂ થશે. 

દિવાળી સુધીમાં કુલ 100 બોટ ઉપલબ્ધ થઈ જશે

ભવિષ્યમાં એએમટીએસ બસ સેવા નળસરોવર સુધી લંબાવાશે.ફોરેસ્ટ વિભાગમાં સમાવિષ્ટ નળસરોવર વિસ્તારમાં દિવાળી પછી પ્રવાસીઓ માટે નવી બોટિંગ સેવા શરૂ કરાશે.જેમાં માટે હાલ 25 બોટ આવી ગઈ છે અને દિવાળી સુધીમાં કુલ 100 બોટ ઉપલબ્ધ થઈ જશે.નિયમ મુજબ રજિસ્ટ્રેશન બાદ આ બોટ ચલાવવાની જવાબદારી સ્થાનિકોને અપાશે.જેથી રોજગારીની તકો ઊભી થશે.ટૂરિઝમ વિભાગના સૂત્રોએ કહ્યું કે,નળસરોવર વિસ્તારના વિકાસથી સ્થાનિક લોકોને રોજગારી મળશે. નળસરોવર પક્ષી અભયારણ્યનો કાયાકલ્પ થયા બાદ પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

નળ સરોવર નો કાયાકલ્પ

રોકાવા માટેની પણ વ્યવસ્થા કરાઈ 

હવે નળસરોવર વિસ્તારમાં રોકાવા માટેની પણ વ્યવસ્થા કરાઈ છે.કુલ ચાર રૂમ તૈયાર કરાયા છે.એક રૂમમાં ત્રણથી ચાર વ્યક્તિઓ રહીને ફોરેસ્ટ વિસ્તારનો લાભ લઈ શકશે.રૂમનું ભાડું રૂ.3000 થી 4000 રહેવાની શક્યતા છે.જેનું બુકિંગ ઓનલાઇન જ થઈ શકશે.રાત્રિ રોકાણ દરમિયાન ફોરેસ્ટના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.સ્થાનિકોને રોજગારી મળે તે માટે રૂમનું સંચાલન સ્થાનિક સભ્યો ધરાવતી નળસરોવર ફોર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી કરશે.નળસરોવરમાં પ્રવેશ ફી વ્યક્તિ દીઠ રૂ.40 રખાઈ છે જ્યારે કારમાં છ વ્યક્તિ હોય તો રૂ.400 ફી ચૂકવવાની રહેશે.વહેલી સવારથી પ્રવેશ મળશે પરંતુ સંધ્યાકાળ બાદ કોઈને પણ પ્રવેશ મળશે નહીં.

આ પણ વાંચોઃ Ahmedabad News : વિદેશમાં રહેતા 40 ટકા ગુજરાતીઓએ સ્વદેશની વાટ પકડી, જાણો રિસર્ચના ચોંકવનારા તારણો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *