Ahmedabad News : NCBનું મોટું ઓપરેશન, ગુવાહાટીમાંથી રૂ. 43 કરોડનું 53.93 કિલો મેથામ્ફેટામિન ડ્રગ્સ ઝડપાયું!

📅 Published: October 11, 2026 | 📂 Category: Crime

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા નશાના કારોબાર સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત આસામના ગુવાહાટી ખાતેથી એક મોટું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. NCB ના અધિકારીઓએ ગુવાહાટીમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને આશરે 43 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો 53.937 કિલો મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા બે મુખ્ય સપ્લાયરોની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રકની ફ્યુઅલ ટેન્કમાં ગુપ્ત ખાના

NCB ની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કિંમતી ડ્રગ્સનો જથ્થો સરહદ પારથી એટલે કે મ્યાનમારથી નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સ્મગલરોએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે બે ટ્રકની ફ્યુઅલ ટેન્કમાં ખાસ પ્રકારના ગુપ્ત ખાના (Chambers) બનાવ્યા હતા. જોકે NCB ની સતર્કતાને કારણે આ મોટું નેટવર્ક ખુલ્લું પડી ગયું છે. આ કેસમાં મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના રહેવાસી એવા બે ડ્રગ સપ્લાયરોની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે.

NCB એ ફરાર 6 આરોપીઓને પણ ઝડપી પાડ્યા

આ મામલે NCB દ્વારા હાથ ધરવામાં આવેલી વધુ સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આ નેટવર્કમાં સામેલ અને લાંબા સમયથી ફરાર ચાલી રહેલા અન્ય 6 આરોપીઓની પણ સફળતાપૂર્વક અટકાયત કરી લેવામાં આવી છે. નોર્થ ઈસ્ટમાં આટલી મોટી માત્રામાં મેથામ્ફેટામિન ડ્રગ્સ પકડાતાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. NCB હવે આ ડ્રગ્સના વાસ્તવિક મૂળિયાં અને તેના મુખ્ય આકાઓ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો : Rajkotના યુનિવર્સિટી રોડ પર ગમખ્વાર અકસ્માત, મોડી રાત્રે કારની ટક્કરે 68 વર્ષીય જશુબા તલાટિયાનું કરૂણ મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *