Ahmeedabad News : અડધી રાત્રે વેરહાઉસમાં ફિલ્મી ઢબે ચોરી, પતરાં તોડીને ઘૂસેલા ચોરો CCTV કેમેરામાં કેદ, 1 કરોડની મત્તા ચોરાઈ

📅 Published: October 24, 2026 | 📂 Category: Crime

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વ્યસ્ત અને ઉદ્યોગ બહુલ એવા ચાંગોદર પંથકમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સનાથલ સર્કલ પાસે આવેલા એક વેરહાઉસ અને શેડને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને મોંઘી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સંગ્રહ ધરાવતા આ ગોડાઉનમાં તસ્કરોએ માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં અંદાજે 1 કરોડ રૂપિયા જેટલા માતબર મુદ્દામાલની ચોરીને અંજામ આપીને ભારે ચકચાર મચાવી દીધી છે.

પતરાં ખોલીને બે બુકાનીધારીઓ ત્રાટક્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, ચોરીની આ ઘટનાને અંજામ આપવા માટે બે બુકાનીધારી શખ્સો આવ્યા હતા. તેમણે વેરહાઉસના છતનાં પતરાં ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંદરથી કિંમતી ગેજેટ્સની ચોરી કરી હતી, જેમાં અંદાજે 40 iPhone-17 અને 30 iPhone-16 જેવા લેટેસ્ટ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઈફોન સિવાય વેરહાઉસમાંથી હાઈ-ટેક કીબોર્ડ, આઈપેડ (iPads), આઈવોચ (iWatch) અને પ્રીમિયમ લેપટોપ પણ ચોરી થઈ ગયા છે.

CCTV ફૂટેજના આધારે ચાંગોદર પોલીસે હાથ ધરી સઘન તપાસ

ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વેરહાઉસ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવીને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બે બુકાનીધારી ચોરોએ કઈ રીતે આટલી મોટી ચોરીને અંજામ આપ્યો અને ચોરાયેલો માલ કઈ તરફ ખપાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે, જેથી વહેલી તકે આરોપીઓ પકડાઈ શકે.

આ પણ વાંચો : Surat પોલીસનું દિવાળી પર્વ અગાઉ મોટું એલર્ટ, જ્વેલર્સ, આંગડિયા અને હીરા ઉદ્યોગ માટે 10 સુરક્ષા સૂત્રોની માર્ગદર્શિકા જાહેર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *