AI સ્કિલિંગ માટે 10 વર્ષમાં રૂ.100 કરોડ સુધીનો સહયોગ મળશે:વિજ્ઞાન વિભાગ અને Automation Anywhere કંપની વચ્ચે MoU, PM મોદીએ AI ટ્રેનિંગની જાહેરાત કરી'તી

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં AI અને ઓટોમેશન ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરવા માટે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા વૈશ્વિક ટેકનોલોજી કંપની Automation Anywhere વચ્ચે ગાંધીનગરમાં MoU કરવામાં આવ્યું છે. મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં થયેલા આ કરારમાં કંપની આગામી 10 વર્ષ દરમિયાન યુવાઓની તાલીમ, ક્ષમતાવર્ધન અને AI સંબંધિત વિવિધ પહેલ માટે અંદાજે રૂ.100 કરોડ સુધીનો સહયોગ આપશે. PM મોદીએ AI ટ્રેનિંગ 15મીએ જાહેરાત કરી’તી
મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ દેશના એક કરોડ જેટલા યુવાઓને AI તાલીમથી સજ્જ કરવાની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ AI અંગે જાગૃતિ, ક્ષમતાવર્ધન તથા સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગને મજબૂત બનાવવા આ MoU કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓથી સરકારી કર્મચારીઓ સુધી તાલીમ
MoU હેઠળ ગુજરાતના વિદ્યાર્થીઓ, યુવાઓ, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ, MSMEs, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે AI અને Machine Learning અંગે તાલીમ અને ક્ષમતાવર્ધન કાર્યક્રમો યોજાશે. તાલીમ સાથે વર્કશોપ, સેમિનાર, વેબિનાર, બૂટકેમ્પ અને સર્ટિફિકેશન આધારિત કોર્સ પણ યોજવામાં આવશે. કંપની ટ્રેનર્સ અને ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે
કંપની ગુજરાતમાં AI/ML અને emerging technologiesના તાલીમ કાર્યક્રમોમાં સહયોગ આપશે. ટ્રેનર્સ, Subject Matter Experts અને Mentors કંપની પોતાના ખર્ચે ઉપલબ્ધ કરાવશે. સાથે તાલીમ અભ્યાસક્રમ, લર્નિંગ કન્ટેન્ટ અને સર્ટિફિકેશન ફ્રેમવર્ક પણ આપવામાં આવશે. તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ મળે તે માટે Automation Anywhereના no-code/low-code Automation Success Platformના કમ્યુનિટી એડિશન લાઇસન્સ પણ ઉપલબ્ધ કરાવાશે. સરકાર સંકલન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપશે
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, યુવાઓ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ તથા અન્ય હિતધારકો સાથે સંકલન કરશે. જરૂરિયાત મુજબ તાલીમ કાર્યક્રમો માટે સ્થળ અને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાતમાં AI અને emerging technologies ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર થવાની સાથે સરકાર-ઉદ્યોગ-શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, MSMEs અને સ્ટાર્ટઅપ્સમાં AI તથા ઓટોમેશન અંગેની સમજ વધારવામાં પણ મદદ મળશે. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના ICT અને ઈ-ગવર્નન્સ નિયામક કવિતા શાહ, Automation Anywhereના SVP-APJ સંજય રોહતગી તથા સ્ટ્રેટેજીસ બિઝનેસ ડાયરેક્ટર નેવિલે શુક્લા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. Automation Anywhere તરફથી કંપનીના કો-ફાઉન્ડર અને COO અંકુર કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં AI, Agentic Automation, Intelligent Automation અને Robotic Process Automation (RPA) જેવા ઉભરતા ટેકનોલોજી ક્ષેત્રોમાં કુશળતા વિકસાવવાનો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *