Ambaji: અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને HCની લીલી ઝંડી, PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને મળ્યું મોટું બળ

📅 Published: September 11, 2026 | 📂 Category: gujarati-news

યાત્રાધામ અંબાજીના કાયાકલ્પ માટે આકાર પામી રહેલા અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટ તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આવ્યો છે. અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરના નિર્માણ સામે રજૂ કરવામાં આવેલી તમામ વિરોધ અરજીઓને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દઈને પ્રોજેક્ટને આખરી લીલી ઝંડી આપી દીધી છે.

અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને HCની લીલી ઝંડી

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત જમીન સરકારી છે અને પ્રોજેક્ટ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કે દખલગીરી કરવાનો અદાલતે ઇનકાર કર્યો છે. હાઇકોર્ટના આ હુકમથી કોરિડોર પ્રોજેક્ટ સામેના તમામ કાનૂની અવરોધો દૂર થઈ ગયા છે.અદાલતે પોતાના મહત્વપૂર્ણ અવલોકનમાં નોંધ્યું હતું કે અંબાજી ધામે આવતા કરોડો શ્રદ્ધાળુઓ અને દર્શાનાર્થીઓની સુવિધા તેમજ વ્યાપક હિત માટે આ શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત જરૂરી અને સમયસરનો છે.

પ્રોજેક્ટ સામેની તમામ અરજીઓ હાઇકોર્ટે ફગાવી

આ કોરિડોર બનવાથી યાત્રિકોને ગબ્બર અને અંબાજી મંદિર વિસ્તારમાં સુગમ દર્શન, સુવિધાસભર માર્ગો અને વૈશ્વિક કક્ષાની સવલતો ઉપલબ્ધ બનશે.ઉલ્લેખનીય છે કે અંબાજી શક્તિ કોરિડોર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. હાઇકોર્ટના આ ચુકાદાથી અંબાજી અને ગબ્બરના પ્રવાસીય તેમજ સુવિધાસભર વિકાસના કામોને અભૂતપૂર્વ બળ મળશે અને હવે નિર્માણ કાર્ય વધુ ઝડપી અને સુચારૂ બનશે.

આ પણ વાંચો: Visnagar: કાંસા ચોકડી પાસે દૂધના ટેન્કરે એક્ટિવાને કચડ્યું, હવનમાં જઈ રહેલા બે ભૂદેવોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *