AMCના કર્મચારી બનીને ભાડે ક્રેન લાવી ચોરી કરતાં:રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટ, સરકારી કામનો બોર્ડ લગાવતા; BSNLના ડકમાંથી કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ વાસણા પોલીસે AMCના નકલી કર્મચારીઓ અને ક્રેન ઝડપી પાડી છે.આરોપીઓ નકલી AMCના કર્મચારી બની AMCનું જેકેટ પહેરી જાહેર રોડ પરથી BSNLનું ડક ખોલીને કોપરના વાયરની ચોરી કરતા ઝડપાયા હતા. આરોપીઓ વાસણામાં જાહેર રોડ પરથી ક્રેન વડે BSNLનું ડક તોડીને લાખોના વાયરની ચોરી કરતા ઝડપાયા છે. વાસણા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. BSNLનું ડક તોડીને કોપરના વાયર ક્રેનથી કાઢીને ચોરતા
વાસણામાં જી.બી શાહ કોલેજ પાસે BSNLનું ડક છે. જ્યાં મોડી રાતે કેટલાક લોકો AMCના કર્મચારી બની ક્રેન લઈને આવ્યા હતા, જેમણે હેલ્મેટ અને રિફ્લેક્ટર જેકેટ પહેર્યું હતું. આ તમામ લોકોએ ભેગા મળીને BSNLનું ડક તોડીને તેમાંથી કોપરના વાયર ભાડે લીધેલી ક્રેન વડે કાઢી ચોરી કરી રહ્યા હતા. બીજી તરફ કેટલાક લોકો હાથમાં દંડો લઈને રસ્તા પરનો ટ્રાફિક દૂર કરાવી રહ્યા હતા. આ સમગ્ર કામ જાણે સરકારી કામ ચાલતું હોય તે રીતે આયોજનપૂર્વક ચાલી રહ્યું હતું. પોલીસ તપાસમાં આ ગેંગ યુપીની હોવાનું સામે આવ્યું છે. ચોરી કરવા માટે ગેંગે નારોલમાં ભરવાડ વાસમાં રહેતા રાહુલ ભરવાડનો સંપર્ક કર્યો હતો. રાહુલ ભરવાડ ક્રેન ભાડે અપાવવાનું કામ કરતો હતો, જેથી રાહુલના માધ્યમથી ક્રેન મંગાવવામાં આવી હતી. પોલીસ આવતા સ્થળ પરથી નકલી કર્મચારીઓ રફૂચક્કર
આ અંગે BSNLના કર્મચારીને જાણ થતા અધિકારીને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર BSNLના સિકયુરિટી ગાર્ડને પણ આરોપીઓએ AMCના કર્મચારી તરીકે બેસાડી દીધો હતો. BSNLના અધિકારીને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આવતા સ્થળ પરથી નકલી બનેલા કર્મચારીઓ ત્યાંથી નાસી ગયા હતા. 4 આરોપીની ધરપકડ, 5-7 ફરાર
જોકે વાસણા પોલીસે સ્થળ પરથી રાહુલ ભરવાડ, રવિકાન્ત શર્મા, વિષ્ણુ યાદવ અને જીતેશ યાદવની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અન્ય 5-7 આરોપીઓ હતા, જે ભાગી ગયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ક્રેન ,સાધન સરંજામ અને કોપરના 7 લાખના ચોરી કરેલા વાયર મળી આવ્યા હતા. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ક્રેન વડે ચોર કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *