AMCનો એક્શન પ્લાન, હવે વરસાદી પાણીના ભરાવવાની સમસ્યાથી બોપલ-ઘુમાવાસીઓને મુક્તિ મળશે

📅 Published: August 18, 2026 | 📂 Category: Ahmedabad

ગત મહિને પડેલા મુસળધાર વરસાદમાં અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દિવસો સુધી રસ્તાઓ પર પાણી ભરાયેલા રહેવાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓ અને રહીશોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે.

પાણીના કાયમી નિકાલ માટે 142 કરોડનો માસ્ટર પ્લાન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ અંગે પત્ર લખીને રજૂઆત કર્યા બાદ AMC દ્વારા બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે 142 કરોડ રૂપિયાના જંગી ખર્ચે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર વિસ્તારમાં આધુનિક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવામાં આવશે.

લગભગ 11.50 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લેવાશે

આ કામગીરી અંતર્ગત બોપલ અને ઘુમાના લગભગ 11.50 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લેવામાં આવશે. નવી લાઈન નંખાવાથી ભવિષ્યમાં ભારે વરસાદ દરમિયાન પણ પાણીનો ઝડપી અને સરળતાથી નિકાલ શક્ય બનશે. તંત્રના આ નિર્ણયથી સ્થાનિક રહીશો અને વેપારીઓને મોટી રાહત મળવાની આશા જાગી છે.  

   આ પણ વાંચો  :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *