શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા ચામુંડા નગરમાં સુવિધા ગેસ સર્વિસ નામનું ગોડાઉન ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હતું. જગ્યાનો કોઈપણ પરવાનગી વિના ગેસના ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાના પગલે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ જગ્યાનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાના પગલે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા અને થલતેજના વિસ્તારોમાં ચાલતી ઓન ગોઇંગ કન્સ્ટ્રકશન સાઈટો ઉપર કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હવા પ્રદુષણ ન ફેલાય તેના માટે ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ લગાવવા માટેની સૂચના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા 11 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવામાં આવી છે. જ્યારે અતિથિ ગોકુળ નામની કન્સ્ટ્રક્શન સાઇટને ગ્રીન નેટ ના કારણે સીલ કરવામાં આવી નથી, પરંતુ માત્ર ₹25,000 નો દંડ આપી દેવામાં આવ્યો છે. ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટો માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનમાં જ નહીં પરંતુ શહેરના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં પણ આવેલી છે તેમ છતાં પણ બીજા ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.
AMC એસ્ટેટ વિભાગની કાર્યવાહી:ચાંદલોડિયામાં ગેરકાયદે ગેસનું ગોડાઉન અને ગ્રીન નેટ વિનાની 11 ઓનગોઈંગ કન્સ્ટ્રક્શન સાઈટો સીલ
📅 Published: October 28, 2026 |
📂 Category: gujarati-news
