Amreliમાં કાળમુખી માલગાડીની ટક્કરે વનરાજ થયા ઈજાગ્રસ્ત: રેલવે ટ્રેક પરથી મળ્યું સિંહનું કપાયેલું પૂંછડું!

📅 Published: October 22, 2026 | 📂 Category: Amreli

અમરેલી જિલ્લાના લીલીયા અને દામનગર વચ્ચે વહેલી સવારે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલા એક સિંહને પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતાં જ માલગાડીને સ્થળ પર જ ઊભી રાખી દેવામાં આવી હતી. અકસ્માતના સ્થળે રેલવે ટ્રેક પરથી સિંહનું કપાયેલું પૂંછડું તેમજ સિંહના વાળ અને રૂંછડા મળી આવ્યા હતા, જેથી સિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.

Train and lion accident in Amreli

વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી

અકસ્માત અંગેની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રેનની ટક્કર વાગ્યા બાદ ઈજાગ્રસ્ત થયેલો સિંહ ગભરાઈને આસપાસના સીમ કે ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાં ભાગી ગયો હોવાની શક્યતાને પગલે વન વિભાગની વિવિધ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, અકસ્માત બાદ કલાકો વીતી જવા છતાં ઈજાગ્રસ્ત સિંહનો કોઈ પત્તો મળ્યો નથી, જેથી તેને તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે વનકર્મીઓ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે.

Train and lion accident in Amreli

વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ

જે વિસ્તારમાં સિંહનો અકસ્માત સર્જાયો ત્યાં સિંહોની અવરજવર પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવતા ‘રેલવે સેવકો’ (ટ્રેક મિત્રો) હાજર ન હોવાનું સામે આવ્યું છે. રેલવે સેવકોની ગેરહાજરીના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વન્યજીવોના રક્ષણ માટે ટ્રેકની સ્પીડ લિમિટ અને સિક્યુરિટી ગાર્ડ્સની હાજરી અંગે યોગ્ય ધ્યાન ન રખાતાં સિંહના જીવ પર જોખમ ઊભું થયું છે, જેને લઈને વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *