Amreli: રાજુલાના ચાંચબંદરે ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવકો દરિયામાં ડૂબ્યા; 1 યુવકની શોધખોળ તેજ

📅 Published: September 25, 2026 | 📂 Category: Amreli

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ ચાંચબંદર ગામ નજીકના દરિયાકાંઠે આજે ગણેશ વિસર્જન દરમિયાન એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતી વખતે અચાનક દરિયાના ઊંડા પાણી અને કરંટના કારણે 4 યુવકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ ત્વરિત સતર્કતા દાખવીને દરિયામાંથી 3 યુવકોને સલામત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા, જ્યારે 1 યુવક ઊંડા પાણીમાં તણાઈ જતાં લાપતા બન્યો હતો.

રાજુલાના ચાંચબંદરે ગણેશ વિસર્જન વેળા અકસ્માત

ઘટનાની જાણ થતાં જ રાજુલા મામલતદાર, TDO તેમજ પીપાવાવ મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ચાંચબંદર દરિયાકિનારે દોડી આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થાનિક માછીમારો અને તરવૈયાઓની મદદથી દરિયામાં લાપતા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા પીપાવાવ સ્થિત ‘ઈન્ડિયન કોસ્ટગાર્ડ’ ની ટીમની પણ મદદ લેવામાં આવી છે, જે બોટ અને રેસ્ક્યૂ સાધનો સાથે દરિયામાં સઘન શોધખોળ ચલાવી રહી છે.

દરિયામાં ગણેશ મૂર્તિ વિસર્જન વખતે 4 યુવકો ડૂબ્યા

દરિયામાં ડૂબી જવાના કારણે લાપતા થયેલા યુવકની ઓળખ વીરસિંગભાઈ જેરામભાઈ ગુજરીયા તરીકે થઈ છે. ગણેશ વિસર્જનના પવિત્ર અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે ચાંચબંદર ગામ અને પરિજનોમાં ભારે શોક અને ચિંતાની વ્યાપી ગઈ છે. સ્થાનિક પ્રશાસન અને કોસ્ટગાર્ડની ટીમો દરિયાના મોજાં વચ્ચે યુવકની શોધખોળ કરવા માટે સતત મથામણ કરી રહી છે.

આ પણ વાંચો: Rajkot: રેલનગરમાં પાડોશીની અદાવતમાં 2 કાર સળગાવી; પ્રદ્યુમ્ન નગર પોલીસે હાથ ધરી કાર્યવાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *