Amreli: લાઠી-દામનગરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, 4 નરાધમો સામે POCSO હેઠળ ગુનો નોંધાયો

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાના લાઠી અને દામનગર પંથકમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. એક સગીરાને પોતાની જાળમાં ફસાવી તેના ન્યૂડ ફોટો અને વિડિયો ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ન્યૂડ ફોટો-વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની તથા સગીરાના પરિવારને જાનથી પતાવી દેવાની ધમકી આપીને નરાધમોએ સગીરા પર અવારનવાર તેની મરજી વિરુદ્ધ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

લાઠી-દામનગર પંથકમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ

પીડિતાએ હિંમત ભેગી કરીને પરિવારજનોને આપવીતી જણાવતાં આખો મામલો દામનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સગીરા દ્વારા નોંધાવવામાં આવેલી અતિ ગંભીર પોલીસ ફરિયાદ મુજબ, ચારમાંથી બે નરાધમોએ તેની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે અન્ય બે નરાધમોએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી. સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર સંબંધ બાંધીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

દામનગર પોલીસ દ્વારા 4 સામે ગુનો દાખલ

દામનગર પોલીસે આ બનાવ અંગે ચારેય નરાધમો વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ તેમજ ધમકી અને બળાત્કાર સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુનો નોંધાયા બાદથી જ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી દામનગર પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Halvad: પોલીસે સરા રોડ પરથી 500 લીટર દેશી દારૂ ભરેલી કાર ઝડપી; 3 તસ્કરો અરેસ્ટ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *