Amreli News: ધારીમાં આઠ સિંહોને એકસાથે જોઈ લોકોના હાજા ગગળ્યા! Video

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વનરાજ સિંહોનું સામ્રાજ્ય સતત વધતું જોવા મળી રહ્યું છે. ધારી નજીક આવેલ પ્રખ્યાત ગળધરા ખોડિયાર મંદિર પાસે એકસાથે સિંહોનું મોટું ટોળું વિહરતું કેમેરામાં કેદ થતાં વાઇલ્ડલાઇફ પ્રેમીઓમાં ભારે રોમાંચ જોવા મળ્યો છે.

‘સિંહના ટોળા ન હોય’ કહેવતને વનરાજોએ પાડી ખોટી

સામાન્ય રીતે ગુજરાતીમાં ‘સિંહના ટોળા ન હોય’ તેવી કહેવત ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ધારીમાં જોવા મળેલા આ દ્રશ્યોએ આ કહેવતને સાવ ખોટી પાડી દીધી છે. એકસાથે અનેક સિંહોનો પરિવાર રાજશાહી અંદાજમાં એકસાથે વિહરતો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ અદભુત નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો.

ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં વનરાજોનું કાયમી સામ્રાજ્ય

ધારી તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગીરના ડાલામથ્થા સિંહોનું કાયમી સામ્રાજ્ય સ્થપાયું છે. તપાસ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, ધારીની આસપાસના જંગલ અને નદી કિનારાના વિસ્તારોમાં સિંહોનું એક મોટું ટોળું કાયમી વસવાટ કરી રહ્યું છે. અવારનવાર સિંહો રોડ પર કે મંદિર નજીકના વિસ્તારોમાં આવી પહોંચતા હોય છે.

<a href="

==” target=”_blank”>

==<a href="

==” target=”_blank”>

આ પણ વાંચો – 29 August Top News: PM મોદીનો વિદેશ પ્રવાસ, રાષ્ટ્રીય રમતગમત દિવસ અને દેશ-દુનિયાના મહત્ત્વના સમાચાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *