Anand : આણંદની આંગડિયા પેઢી સાથે રૂ. 45 લાખની છેતરપિંડીનો ખેલ

📅 Published: October 4, 2026 | 📂 Category: Anand

આણંદ શહેરના ગામડીવડ પાસે આવેલી શ્રી ગણેશ આંગડિયા પેઢીમાંથી ખોટી ઓળખ આપી રૂ. 45 લાખની માતબર રકમ મેળવી મૂળ માલિકને નહીં પહોંચાડવાના ચકચારી છેતરપિંડીના કેસમાં આણંદ ટાઉન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ કરી રહેલી પોલીસને આરોપીઓ અમદાવાદથી વડોદરા તરફ્ ગ્રે કલરની આઈ-20 કારમાં જવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગામડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી પોલીસે બંને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ ટાઉન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મુંબઈના રહેવાસી નરેન્દ્રભાઈ મફ્તલાલ શાહ સાથે અજાણ્યા શખ્સોએ ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી હતી. આરોપીઓએ એકબીજાની મદદથી કાવતરું રચી આણંદની શ્રી ગણેશ આંગડિયા પેઢીમાંથી રૂ. 45 લાખની રકમ મેળવી હતી, પરંતુ આ રકમ મૂળ માલિકને નહીં પહોંચાડતાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાન માં રાખીને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. આણંદ વિભાગના પોલીસ અધિકારી જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. કંડોરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.બી. ઝાલાની ટીમે તપાસ હાથ ધરી હતી.

પોલીસે આણંદ શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પરના સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસ્યા હતા. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફ્ને બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા બે શખ્સો ગ્રે કલરની આઈ-20 કાર નંબરGJ-01-RC-2341માં અમદાવાદથી વડોદરા તરફ્ જઈ રહ્યા છે.બાતમીના આધારે પોલીસની ટીમે ગામડી ઓવરબ્રિજના નાકા પાસે વોચ ગોઠવી હતી. નડિયાદ તરફ્થી આવતી શંકાસ્પદ કારને રોકીને તેમાં સવાર બંને શખ્સોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ઝડપેલા આરોપીઓની નામથામ પૂછતાં અનિલકુમાર ચમનલાલ શ્રીચંદભાઈ મથવાણી (ઉં.વ. 47), રહે. શુભવિલા સોસાયટી, મકાન નં. 5, બદ્રખા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ તથા અમિતકુમાર શંકરલાલ પરસોત્તમદાસ ખત્રી (ઉં.વ. 85), રહે. પરિમલ એવન્યુ ફ્લેટ, અવધપુરી ટેનામેન્ટ, છાણી જકાતનાકા પાસે, વડોદરાનો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *