Anand : આણંદ નજીકના હાડગુડથી કતલખાનું પકડાયું, 9 આરોપીઓને પકડી લેવાયા

📅 Published: October 5, 2026 | 📂 Category: Anand

આણંદ શહેર નજીક આવેલા હાડગુડ ગામના તળાવ પાસે ગામતળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરવામાં આવતી હોવાની માહિતીના આધારે આણંદ ટાઉન પોલીસ દરોડી પાડી કથિત ગેરકાયદેસર કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કાર્યવાહીમાં સ્થળ પરથી આશરે 750 કિલો ગૌવંશ તથા અવશેષો મળી આવ્યા હતા. જ્યારે કતલ માટે લાવવામાં આવેલા 7 જીવતાં ગૌવંશને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હાડગુડ ગામે કેટલાક રહેણાંક મકાનોમાં ગાયો-બળદ જેવા ગૌવંશને લાવી કતલ કરવામાં આવતા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન પોલીસને ગૌમાંસ ઉપરાંત કતલમાં ઉપયોગમાં લેવાતી છરીઓ, મોટા કોયતા, કુહાડીઓ, વજનકાંટા, દોરડા અને અન્ય સાધનો મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ ફોન સહિત કુલ આશરે રૂ. 1.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 3 લોખંડની છરી, 18 લાકડાના હાથાવાળી છરી, 4 મોટા કોયતા, 2 ચાર્જેબલ વજનકાંટા, 5 કુહાડી, 12 અન્ય સાધનો, 11 નાના-મોટા દોરડા, માસ કટીંગ માટેના લાકડાના થડ, લોખંડનું અણીવાળુ સાધન, પ્લાસ્ટીકના પેકેટ તથા 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના દરોડાના પગલે અફરાતફરીનો માહોલ સજાર્યો હતો. પકડાયેલા નવ આરોપી સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *