Anand : ઈકોની ચોરી કરતી ગેંગનો શખ્સ સકંજામાં આવ્યો

📅 Published: October 20, 2026 | 📂 Category: gujarati-news

આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ નજીકથી એક ઈકો કારની ચોરીનો ભેદ ઉકેલવામાં આણંદ ટાઉન પોલીસને સફળતા મળી છે. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોરીમાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી પાડયો છે. પોલીસે તેની પાસેથી ચોરી કરાયેલી કાર, એક મોબાઈલ ફોન અને ચોરમાં ઉપયોગમાં લેવાયેલી કાતર સહિત કુલ રૂ. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ આણંદના વઘાસી રોડ પર આવેલી પ્રેરણાપાર્ક સોસાયટીમાં રહેતા જગદીશચંદ્ર અરવિંદભાઈ દવેએ ફરિયાદ નોંધાવી હતી કે આણંદ નવા બસ સ્ટેશન નજીક આવેલી હોમિયોપેથિક હોસ્પિટલની કેન્ટીન સામે પાર્ક કરેલી તેમની ઈકો કાર કિમત રૂ. 2.50 લાખ હતી. કોઈ અજાણ્યો શખ્સો ચોરી કરીને લઈ ગયો હતો. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આણંદ શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ તેમજ માર્ગો પરના 200થી વધુ સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. સર્વેલન્સના સ્ટાફને માહિતી મળતાં તપાસ કરતાં ચોરી કરાયેલી ઈકો કાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન શખ્સે ઈકો કારની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસને તેની પાસેથી રૂ. 2.50 લાખની ઈકો કાર, રૂ. 500નો મોબાઈલ ફોન અન ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાતર મળતાં તે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *