બોરસદ તાલુકાના ઝારોલા ગામે પ્રાંત અધિકારી અમિત પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોને સરકારી યોજનાઓ અને વહીવટી સેવાઓનો લાભ ઘરઆંગણે તથા ઝડપી મળી રહે તે હેતુથી યોજાયેલા આ કેમ્પમાં વિવિધ સરકારી સેવાઓ માટે આવેલી કુલ 1536 અરજીઓનો સ્થળ પર જ 100 ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કેમ્પમાં સાત બાર-આઠઅના પ્રમાણપત્રોની 510, ડીવર્મીંગની 150, મિલકત આકારણી ઉતારાની 141, લગ્ન નોંધણીની 83 તથા આવકના દાખલાની 71 અરજીઓનો નિકાલ કરાયો હતો. ઉપરાંત જન્મ-મરણ પ્રમાણપત્રની 65, રાશનકાર્ડમાં નામ ઉમેરવાની 57, હેલ્થ વેલનેસ કાર્ડ, ચેકઅપ અને મેડિસિન સારવારની 100 અરજીઓનો પણ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેશલેસ લિટરસીની 49, ભીમ એપની 42, પશુ સારવારની 35, કિસાન ક્રેડિટ કાર્ડની 32, પીએમ કિસાન પોર્ટલ રજીસ્ટ્રેશનની 32, પીએમજેએવાય કાર્ડની 30 તથા પીએમ કિસાન સન્માન નિધિ ઈ-કેવાયસીની 27 અરજીઓ સહિત વિવિધ સેવાઓનો ગ્રામજનોએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ સીડીંગ, આધાર-બેંક લિંકિંગ, આધાર અપડેશન, રાશનકાર્ડમાંથી નામ કમી કરવું તથા નાના બાળકોની આધાર નોંધણી જેવા કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, બસ કન્સેશન પાસ, પીએમ જીવન જ્યોતિ યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વારસાઈ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય, નોન-ક્રીમીલેયર તથા જાતિના દાખલાઓ સહિતની વિવિધ અરજીઓનો પણ હકારાત્મક નિકાલ કરાયો હતો.
Anand : ઝારોલામાં સેવા સેતુ કેમ્પમાં 1,536 અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો
📅 Published: September 24, 2026 |
📂 Category: Anand
