Anand : ટ્રેક્ટર-ટ્રોલી ચોરીનો ભેદ ઉકેલાયો ચાર આરોપીને પકડી લેવામાં આવ્યા

📅 Published: September 24, 2026 | 📂 Category: Anand

સોજિત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મઘરોલ અને મલાતજ ગામની સીમમાં ખેતરોમાંથી ચોરાયેલી બે ટ્રેક્ટર ટ્રોલીની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલી બંને ટ્રોલી સહિત કુલ રૂ.8.90 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ, મઘરોલ તથા માલતજ ગામે ફરિયાદીઓના ખેતરમાં મૂકવામાં આવેલી રૂ.2 લાખની કિંમતની બે ટ્રેક્ટર ટ્રોલી અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ અંગે સોજીત્રા પોલીસ મથકે બે અલગ-અલગ ગુના નોંધાયા હતા. ગુનાની તપાસ દરમિયાન પોલીસ ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. તપાસમાં અલ્પેશ ઉર્ફે અલ્પો ચીમનભાઈ પરમાર, કનુ ઉર્ફે ટેલો મોહનભાઈ પરમાર, પ્રવીણ ઉર્ફે ગાંડો પૂનમભાઈ પરમાર તથા નીતિન ઉર્ફે નિકો રણછોડભાઈ પરમાર, તમામ રહે. આખવોલ, તા. નડિયાદ, જી. ખેડા,ની સંડોવણી સામે આવી હતી. પોલીસે ચારેય શખ્સોને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેમણે ચોરીની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, આરોપીઓએ અગાઉ ખેતરોમાં મૂકેલી ટ્રોલીઓની રેકી કરી હતી. ત્યારબાદ રાત્રિના સમયે બે આરોપીઓ ટ્રેક્ટર લઈને ચોરી કરવા પહોંચ્યા હતા, જ્યારે અન્ય બે આરોપીઓ મોટરસાયકલ પર સવાર થઈ આગળ-પાછળ વોચ રાખી રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *