નાવલી ખાતે ચાલી રહેલા 4 ગુજ બટાલિયન એનસીસી કેમ્પમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કેડેટ્સને ડિજીટલ સુરક્ષાનું મહત્વ સમજાવી અજાણી લિંક પર ક્લિક ન કરવા, ઓટીપી, પાસવર્ડ અને બેંકિંગ વિગતો કોઈની સાથે શેર ન કરવા તેમજ શંકાસ્પદ ફોનકોલ અને સંદેશાઓથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનવાના કિસ્સામાં તાત્કાલિક 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
Anand : નાવલીમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો
📅 Published: October 24, 2026 |
📂 Category: Anand
