Anand : માં રાવણ દહનનો નવો અંદાજ જોવા મળશે

📅 Published: October 16, 2026 | 📂 Category: Anand

અધર્મ પર ધર્મ પર વિજયના પર્વ સમાન વિજયાદશમીના પર્વની આણંદ જિલ્લામાં આગામી તા. 20 ઓક્ટોબરને મંગળવારના રોજ ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આણંદમાં વસવાટ કરતા પંજાબી અરોરા સમાજ દ્ધારા આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ 71માં દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણીમાં રાવણના પૂતળા દહનમાં 100 જેટલા કોલ્ડ ફાયર કરવાનો નજારો દર્શકો માટે એક નવું નજરાણું બનશે. પપ ફૂટ ઊંચા રાવણના પૂતળા દહન વખતે તેની નાભીમાં તીર મારતાની સાથે જ પૂતળાના મોં, ધડ, પગ સહિતના વિવિધ ભાગોમાંથી વિશિષ્ટ અગ્રિપ્રભાવ જોવા મળશે. પરંપરાગત ઉજવણીમાં આધુનિકતાનો રંગ ઉમેરાતા આ આયોજનની સાથે બપોરે ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. જે દશેરા મહોત્સવનું વિશેષ આકર્ષણ બનશે. આણંદની જેમ પેટલાદખાતે પણ પંજાબી અરોરા સમાજ દ્ધારા મંગળવારે રાવણના પૂતળા દહન સાથે વિજયા દશમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આણંદમાં પંજાબી સમાજના આગેવાન રાકેશભાઈનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે, સમયની સાથે નવી પેઢીની પસંદગી અને અપેક્ષાઓ પણ બદલાઈ રહી છે. આથી નવી જનરેશનની ઈચ્છાનુસાર કોલ્ફ ફાયરનો પ્રયોગ કરવામાં આવનાર છે. જેથી લોકોને રાવણ દહનનો એક નવો અને અનોખો નજારો જોવા મળે તેમજ તેની સાથે મનોરંજનનો પણ અનુભવ થાય. આ વખતે આશરે પપ ફૂટના વિશાળ રાવણના પૂતળાના વિવિધ ભાગોમાં કોલ્ડ ફાયર મૂકવામાં આવશે. સમગ્ર દહન પ્રક્રિયા લગભગ પોણો કલાક ચાલવાની અપેક્ષા છે. અગાઉ આના કરતા ઓછા સમયમાં જ પૂતળાનું દહન કાર્ય પૂર્ણ થઈ જતું હતું. આ સમગ્ર વિધિ અગાઉ દશેરાના દિવસે આણંદમાં પંજાબી અરોરા સમાજની વાડીએથી વાજતે ગાજતે અને રાસ, ગરબાની રમઝટ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શહેરના વેન્ડો ચોકડી, મેફેર રોડ અને રામજી મંદિર થઈ લોટીયા ભાગોળ પહોંચનારી આ શોભાયાત્રામાં રામ, લક્ષ્મણ અને હનુમાન સહિતના રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં સમાજના યુવાનો તથા શ્રધ્ધાળુઓ જોડાશે. વાજતે ગાજતે નીકળનાર આ શોભાયાત્રા શહેરના માર્ગો પર આકર્ષણ જમાવશે. લોટીયા ભાગોળ પહોંચ્યા બાદ ત્યાંથી બસ અને બીજા વાહનો મારફતે આ શોભાયાત્રામાં જોડાયેલ સમૂહ નાવલીખાતે અંધારિયા ચોકડી નજીક રિસોર્ટની સામેના મેદાન પાસે પહોંચશે. અહીં સાંજે 6.30 વાગ્યાના સુમારે રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણીને લઈ આણંદ જિલ્લાના પંજાબી અરોરા સમાજમાંદ ભારે ઉત્સાહ પ્રવર્તે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *