Anand :લેન્ડ રેકર્ડ કર્મચારીઓ 21મીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર

📅 Published: September 17, 2026 | 📂 Category: Anand

આણંદ-ખેડા જિલ્લામાં લેન્ડ રેકર્ડના કર્મચારીઓ 11 સપ્ટેમ્બરથી પેન ડાઉન કરીને હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓના પ્રશ્નનો ઉકેલ ન આવતા 19 સપ્ટેમ્બરથી માસ સીએલ ઉપર કર્મચારીઓ ઉતરશે અને 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરવાની જાહેરાત કરતા જ તંત્રમાં દોડધામ મચી છે. કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી પ્રોપર્ટી કાર્ડ અને આઇએલઆર કચેરીમાં માપણી સબંધિત કામગીરી માટે આવતા અરજદારોના કામો છેલ્લા સપ્તાહથી ટલ્લે ચઢયા છે. આ મુદ્દે કર્મચારીઓએ પોતાની માંગણી અંગે ગત રોજ અધિકારીને આવેદનપત્ર આપી ત્વરીત નિર્ણય લેવા માંગ કરી છે. ત્યારે શુક્રવારથી આણંદ જિલ્લાના 46 કર્મચારીઓ પેન ડાઉનના કાર્યક્રમમાં જોડાતા કચેરીની કામગીરી ખોરવાઇ હતી. લેન્ડ રેકર્ડસ વર્ગ-3 ના કર્મચારી મંડળ દ્વારા 11 ઓગષ્ટના રોજ વિવિધ માંગણીઓના મુદ્દે રજુઆત કરવામાં આવી હતી. 30 દિવસ વિતવા છતા પ્રશ્નનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદ્દત હડતાલ સહિતના કાર્યકમો જાહેર કરવાની નોબત આવી છે. તેઓની માંગણી છે કે સિનિયર સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ, પેમેટ્રીક્સ લેવલ, ગ્રેડપેમાંથી પગાર ધોરણ, 29900, 26600, પે મેટ્રીક્સ લેવલ-7 માં સમાવવા, સર્વેયર સંવર્ગ પગાર ધોરણ ગ્રેડ પે 2800 માં કરવા તેમજ આઇએલઆરની તમામ કચેરીઓમાં હડતાલને પગલે પ્રોપર્ટીકાર્ડ, જમીન માપણી, એનએ અભિપ્રાય, જમીન સંપાદન સહિતની કામગીરીને અસર પડી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *