સ્તન કેન્સરની વહેલી ઓળખ અને મહિલાઓને વધુ સચોટ નિદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે અદ્યતન ડિજિટલ મેમોગ્રાફી સિસ્ટમમાં અત્યાધુનિક 3ડી ટોમોસિન્થેસિસ ટેક્નોલોજીનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આ આધુનિકીકરણ માટે કુલ 27 લાખનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં સ્વ. ડૉ. શિવાની ભટ્ટની સ્મૃતિમાં ડૉ. શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન તેમજ બારોક્યુ ફાર્માસ્યુટીકલ્સના શ્રી જે. ડી. પટેલનો સહયોગ પ્રાપ્ત થયો છે. જુલાઈ 2026 માં હોસ્પિટલના પ્રિવિલેજ સેન્ટર ખાતે ડૉ. શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશનના સહયોગથી સ્થાપિત ફ્યુઝીફ્લ્મિ ઈન્ડિયાની અમુલેટ સોફિનિટી ડિજિટલ મેમોગ્રાફી સિસ્ટમમાં એ.આઈ., હાઈ-રિઝોલ્યુશન ઇમેજિંગ, સ્માર્ટ કમ્પ્રેશન ટેક્નોલોજી અને 50-માઇક્રોન ડાયરેક્ટ કન્વર્ઝન ડિટેક્ટર જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ટેક્નોલોજી સ્તનના પેશીઓની ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીરો મેળવવામાં અને તબીબોને વધુ સચોટ નિદાન કરવામાં સહાયરૂપ બને છે. હવે તેમાં ઉમેરાઈ રહેલી થ્રીડી ટોમોસિન્થેસિસ ટેક્નોલોજી દ્વારા સ્તનના પેશીઓની એક પછી એક વિવિધ સ્તરોની વિગતવાર તસવીરો મેળવી શકાશે.
Anand : શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સ્તન કેન્સરની
📅 Published: November 2, 2026 |
📂 Category: Anand
