Anand News: પનીરનું શાક અને ફ્રૂટ સલાડ ભારે પડ્યું! રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઝનિંગની ઘટના, 200 વિદ્યાર્થિનીને અસર

📅 Published: September 11, 2026 | 📂 Category: Anand

આણંદના શૈક્ષણિક ધામ વલ્લભ વિદ્યાનગર સ્થિત રાણક ગર્લ્સ હોસ્ટેલમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. રાણક ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રિ દરમિયાન ભોજન લીધા બાદ અચાનક વિદ્યાર્થિનીઓની તબિયત બગડવા લાગી હતી. મોડી રાત્રે વિદ્યાર્થિનીઓને અસહ્ય પેટમાં દુખાવો, ઝાડા અને ઊલટી જેવી તકલીફો શરૂ થતાં સમગ્ર હોસ્ટેલ પરિસરમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ 200 થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.

મોડી રાત્રે હોસ્પિટલ ખસેડાઈ, સમયસર સારવાર ન મળ્યાનો આક્ષેપ

તબિયત વધુ નાજુક બનતાં 20 થી વધુ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક અસરથી શહેરની જુદી જુદી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ તરફ હોસ્ટેલ તંત્ર સામે વિદ્યાર્થિનીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થિનીઓની તબિયત લથડ્યા બાદ તંત્ર દ્વારા સારવાર આપવામાં લગભગ 2 કલાક જેટલો મોડો પ્રતિસાદ આપવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે.

Anand News: Food Poisoning Affects Over 200 Students at Ranak Girls Hostel

પનીરનું શાક અને ફ્રૂટ સલાડ બન્યા ઝેર સમાન

ઘટનાની વિગતો મુજબ, રાત્રિના ભોજનમાં વિદ્યાર્થિનીઓને પનીરની સબ્જી અને ફ્રૂટ સલાડ પીરસવામાં આવ્યું હતું. આ વાનગીઓ આરોગ્યાના થોડા જ કલાકોમાં વિદ્યાર્થિનીઓમાં ઝેરી અસરના લક્ષણો દેખાવા લાગ્યા હતા. વાસી અથવા દૂષિત ખોરાકના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Anand News: Food Poisoning Affects Over 200 Students at Ranak Girls Hostel

રસોડામાં ગંદકી અને અનાજમાં જીવાત ઝડપાઈ

ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમો તાબડતોબ રાણક ગર્લ્સ હોસ્ટેલ ખાતે દોડી આવી હતી. અધિકારીઓએ જ્યારે હોસ્ટેલના રસોડામાં તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રસોડામાં અત્યંત ગંદકી અને સ્વચ્છતાનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો, જ્યારે સંગ્રહ કરેલા અનાજમાં જીવાત પણ મળી આવી હતી. સત્તાવાળા દ્વારા ખોરાકના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે.

Anand News: Food Poisoning Affects Over 200 Students at Ranak Girls Hostel

આરોગ્ય વિભાગનો કેમ્પ, વિદ્યાર્થિનીઓની હાલત સુધારા પર

હાલમાં આરોગ્ય વિભાગની વિશેષ ટીમો રાણક હોસ્ટેલ ખાતે કેમ્પ કરી રહી છે અને અન્ય વિદ્યાર્થિનીઓનું પણ સતત હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે, યોગ્ય સારવાર મળ્યા બાદ અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થિનીઓની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. હોસ્ટેલ તંત્રની આવી બેદરકારી સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

Anand News: Food Poisoning Affects Over 200 Students at Ranak Girls HostelAnand News: Food Poisoning Affects Over 200 Students at Ranak Girls HostelAnand News: Food Poisoning Affects Over 200 Students at Ranak Girls Hostel

આ પણ વાંચો: Anand : વિદેશ મોકલવાના નામે 79.80 લાખનું ફુલેકું, નકલી વિઝા આપી ‘બંટી-બબલી’એ યુવાનોને ફસાવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *