Anupam Kherની ફ્લાઇટ સુરત ડાયવર્ટ, લેન્ડિંગની ક્ષણે વિમાને ફરી ભરી ઉડાન, મુંબઈ એરપોર્ટના ટ્રાફિક મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ

📅 Published: November 25, 2026 | 📂 Category: Surat

બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરની મુંબઈ જતી ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગની ક્ષણે વિમાને અચાનક ફરી આકાશમાં ઉડાન ભરી હતી. ત્યારબાદ વિમાને હવામાં ચક્કર લગાવ્યાં હતાં, પરંતુ લેન્ડિંગ શક્ય ન બનતાં ફ્લાઇટને સુરત તરફ વાળવામાં આવી હતી.

લેન્ડિંગની ક્ષણે વિમાને ફરી ઉડાન ભરી

અનુપમ ખેરના જણાવ્યા મુજબ, મુંબઈ એરપોર્ટ પર વિમાન ઉતરાણ કરવાની તૈયારીમાં હતું ત્યારે છેલ્લી ક્ષણે વિમાને ફરી ઉડાન ભરી હતી. હવામાં ચક્કર લગાવ્યા બાદ પણ લેન્ડિંગ શક્ય ન બનતાં વિમાનને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

ચોથી વખત આવો અનુભવ થયાનો દાવો

અભિનેતા અનુપમ ખેરે દાવો કર્યો છે કે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમને ચોથી વખત આવો અનુભવ થયો છે. આ ઘટનાને લઈને તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યો છે.

બે એરપોર્ટ હોવા છતાં ટ્રાફિક મેનેજમેન્ટ કેમ નહીં?

વીડિયો શેર કરીને અનુપમ ખેરે મુંબઈના હવાઈ ટ્રાફિક સંચાલન સામે સવાલો ઉઠાવ્યા છે. મુંબઈમાં બે એરપોર્ટ હોવા છતાં હવાઈ ટ્રાફિકનું યોગ્ય સંચાલન કેમ થઈ શકતું નથી, તેવો સવાલ તેમણે તંત્ર સમક્ષ મૂક્યો છે.

આ પણ વાંચો :     Police News: નાઈટ પાર્ટીમાં 2 વરિષ્ઠ IPS અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, મામલો પહોંચ્યો DGP સુધી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *