Aravalli: શામળાજીના ગલીસેમરો ગામે લહેરાતા હતા ગાંજાના 169 લીલાછમ છોડ; FSL તપાસ બાદ પોલીસે ખેડૂતને દબોચ્યો

📅 Published: October 11, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા અરવલ્લી જિલ્લામાં નશાના ગેરકાયદે કારોબાર સામે સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે. એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની સંયુક્ત ટીમે શામળાજી પંથકમાં દરોડો પાડીને ખેતરમાં છૂપી રીતે કરવામાં આવી રહેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. અનાજના પાકની આડમાં ઉગાડવામાં આવેલા ગાંજાના 169 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરી પોલીસે અંદાજે ₹43.12 લાખની કિંમતનો 86.25 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.

મકાઈ અને જુવારના ઊભા પાકની વચ્ચે ચાલતું હતું ગાંજાનું વાવેતર

ગુપ્ત બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ વિંગ અને એસઓજીની ટીમોએ બોર્ડર વિસ્તારમાં આવેલા શામળાજીના ગલીસેમરો ગામે ઓચિંતો દરોડો પાડ્યો હતો. સ્થાનિક ખેડૂત અનિલભાઈ મરતાભાઈ ડામોરે કોઈને શંકા ન જાય તે હેતુથી પોતાના ખેતરમાં મકાઈ અને જુવાર જેવા ઊંચા પાકની વચ્ચે ગાંજાના છોડ રોપ્યા હતા.પોલીસે ખેતરના ખૂણે-ખૂણે તપાસ કરતાં મકાઈના પાકની વચ્ચેથી ગાંજાના નાના-મોટા કુલ 169 લીલાછમ છોડ મળી આવ્યા હતા.જપ્ત કરાયેલા આ તમામ છોડનું વજન કરતાં તે 86.250કિલોગ્રામ હોવાનું નોંધાયું હતું, જેની બજાર કિંમત ₹43.12 આંકવામાં આવી છે.

FSL તપાસમાં ગાંજો હોવાની પુષ્ટિ, ખેડૂત અનિલ ડામોર જેલહવાલે

દરોડા દરમિયાન જપ્ત કરાયેલા વનસ્પતિજન્ય છોડના સેમ્પલ્સને તાત્કાલિક સ્થળ પર જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતો સમક્ષ પ્રાથમિક પૃથ્થકરણ માટે રજૂ કરાયા હતા:એફએસએલ તપાસમાં આ છોડ માદક પદાર્થ ગાંજાના જ હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ થયું હતું.પોલીસે સ્થળ પરથી 36 વર્ષીય આરોપી અનિલભાઈ મરતાભાઈ ડામોર (રહે. ગલીસેમરો, તા. ભિલોડા/શામળાજી) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Surat: કામરેજમાં એક્સપ્રેસ વે પરથી દારૂની મોટી ખેપ ઝડપાઈ, સ્ટેટ મોનિટરિંગ સેલના સપાટાથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *