Aravalli News: દિવાળી પહેલા તંત્ર સક્રિય! ધનસુરામાં ગેરકાયદે ફટાકડાના જથ્થા સાથે બે દુકાનો સીલ

📅 Published: October 25, 2026 | 📂 Category: Crime

અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં સુરક્ષા અને નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. ધનસુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવતા મોટા પાયે લાયસન્સ વગરનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

લાખો રૂપિયાનો મુદામાલ અને કુલ બોક્સની વિગતો

તપાસ દરમિયાન ‘સાંઈ બાબા સીઝનલ ફટાકડાની દુકાન’માંથી રૂપિયા 1.70 લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ‘મહાદેવ ટ્રેડર્સ’માંથી રૂપિયા 98 હજારનો જથ્થો ઝડપાયો હતો. આ બંને દુકાનોમાંથી કુલ 2,454 બોક્સ ફટાકડા મળી આવ્યા હતા. બંને વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારના વૈધ લાયસન્સ વગર આટલો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

શોર્ટ સર્કિટ અને આગનું મોટું જોખમ ટળ્યું

આ દુકાનોમાં વીજ વાયરિંગની કામગીરીમાં ભારે બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઈને ભયાનક આગ ફાટી નીકળવાનું મોટું જોખમ હતું. વીજ સુરક્ષાના નિયમોને નજરઅંદાજ કરીને લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવ્યા છે.

Aravalli News: Illegal Fireworks Seized in Dhansura, Two Shops Sealed

દુકાનો સીલ અને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ

લોકોની સુરક્ષા સાથે ગંભીરડાથી ચેડાં કરવા બદલ બંને દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. કુલ રૂપિયા 2,68,238 ના મુદામાલ સાથે દુકાનોને સીલ કરીને આરોપીઓ વિનોદભાઈ અશોકભાઈ ખત્રી અને સંજયભાઈ ચંદુભાઈ ઠક્કર વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ માસમાં આવી અન્ય જગ્યાઓની પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Aravalli News: સીઆરપીએફની રાષ્ટ્રીય બાઇક રેલીનું શામળાજી બોર્ડર પર સ્વાગત, 300થી વધુ બાઇકર્સ કેવડિયા પહોંચશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *