Arshdeep Singhની મોટી સિદ્ધિ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો!

📅 Published: October 30, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઝડપી બોલર અર્શદીપ સિંહે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવીને ઇતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ચોથી T20 મેચમાં અર્શદીપે પોતાની 150 વિકેટ પૂરી કરી હતી. આ સાથે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. ખાસ વાત એ છે કે, આ મેચમાં તેણે માત્ર 150 વિકેટનો આંકડો જ પાર કર્યો નથી, પરંતુ અન્ય કેટલાક મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

અર્શદીપે જોશ લિટલનો રેકોર્ડ તોડ્યો

અર્શદીપ સિંહે વર્ષ 2026માં પોતાની શાનદાર બોલિંગથી નવો રેકોર્ડ બનાવ્યો છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લેવાના મામલે તેણે આયર્લેન્ડના ઝડપી બોલર જોશ લિટલને પાછળ છોડી દીધો છે.જોશ લિટલે વર્ષ 2022માં કુલ 39 વિકેટ ઝડપી હતી. જોકે, અર્શદીપે વર્ષ 2026માં અત્યાર સુધી 40 વિકેટ પોતાના નામે કરી લીધી છે. આ સાથે તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20I વિકેટ લેનારો બોલર બની ગયો છે.આ યાદીમાં શ્રીલંકાના વાનિન્દુ હસરંગાનું નામ પણ સામેલ છે. તેણે વર્ષ 2024માં કુલ 38 વિકેટ ઝડપી હતી.

હસરંગાનો રેકોર્ડ પણ તોડ્યો

અર્શદીપ સિંહે 150 વિકેટ સુધી પહોંચવા માટે લાગેલા દિવસોના મામલે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે આંતરરાષ્ટ્રીય T20માં ડેબ્યૂ કર્યાના માત્ર 1577 દિવસમાં 150 વિકેટનો આંકડો પાર કર્યો છે.આ પહેલાં આ રેકોર્ડ શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગાના નામે હતો. હસરંગાએ 150 વિકેટ પૂરી કરવા માટે 2325 દિવસનો સમય લીધો હતો. હવે અર્શદીપે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

સૌથી ઓછી બોલમાં 150 વિકેટ લેનારા બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને

અર્શદીપે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી બોલમાં 150 વિકેટ પૂરી કરવાના મામલે પણ ખાસ સ્થાન મેળવ્યું છે.તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 2143 બોલમાં 150 વિકેટ પૂરી કરી છે. આ યાદીમાં શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા 2035 બોલ સાથે પ્રથમ અને અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 2098 બોલ સાથે બીજા સ્થાને છે. જ્યારે અર્શદીપ સિંહ 2143 બોલ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

અર્શદીપની સિદ્ધિથી ભારતીય ક્રિકેટને ગૌરવ

અર્શદીપ સિંહે પોતાની સચોટ લાઇન અને લેન્થ તેમજ સ્વિંગ બોલિંગના આધારે ભારતીય ટીમમાં ખાસ સ્થાન બનાવ્યું છે. ખાસ કરીને T20 ક્રિકેટમાં તેની વિકેટ લેવાની ક્ષમતાએ તેને મહત્વનો બોલર બનાવ્યો છે.હવે 150 T20I વિકેટ પૂરી કરીને તેણે પોતાની કારકિર્દીમાં વધુ એક યાદગાર સિદ્ધિ ઉમેરી છે. આગામી સમયમાં પણ અર્શદીપ પાસેથી ભારતીય ટીમને આવી જ શાનદાર બોલિંગની અપેક્ષા રહેશે.

આ પણ વાંચો – Glenn Phillipsનું ઓકલેન્ડમાં તોફાન, 46 બોલમાં સદી ફટકારીને નીતિશ રેડ્ડીની કરી ધોલાઈ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *