Asian Games પહેલા ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન, BCCIએ સંભાળ્યો મોરચો

📅 Published: September 19, 2026 | 📂 Category: cricket

જાપાનમાં યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે રવાના થવા પહેલાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને કિટ અને રહેઠાણને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ટીમ રવિવારે સવારે નવી દિલ્હીથી નાગોયા માટે રવાના થવાની છે. પરંતુ ટીમની રવાનગી પહેલાં ખેલાડીઓની જર્સી અને કિટના યોગ્ય સાઇઝને લઈને કેટલીક સમસ્યાઓ સામે આવી હતી.મામલો ગંભીર બનતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકૃત કિટ સપ્લાયર JSW Inspire વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. આયોજનમાં મોટાભાગની સમસ્યાઓ ઉકેલી લેવામાં આવી છે અને બાકી રહેલી કિટ ખેલાડીઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ભારતીય ટીમ પાસે બે અલગ કિટ હશે

એશિયન ગેમ્સના પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટરોને બે અલગ પ્રકારની જર્સી પહેરવાની રહેશે.22 સપ્ટેમ્બરે ભારત જાપાન સામે T20 મેચ રમશે.આ મેચમાં ખેલાડીઓ BCCIની જર્સીમાં જોવા મળશે.ત્યારબાદ 28 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધા શરૂ થશે.આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ IOA દ્વારા નક્કી કરવામાં આવેલી સત્તાવાર એશિયન ગેમ્સની કિટ પહેરવાની રહેશે.બે અલગ કિટના કારણે કેટલાક ખેલાડીઓ માટે સાઇઝ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ હતી. જોકે, મોટાભાગની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે અને બાકી રહેલી કિટ ખેલાડીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે.

રહેઠાણને લઈને પણ મુશ્કેલી

નાગોયામાં પરંપરાગત સ્પોર્ટ્સ વિલેજની વ્યવસ્થા ન હોવાથી એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે હોટેલ, ક્રૂઝ શિપ અને અન્ય પ્રકારના રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમ IOA દ્વારા નક્કી કરવામાં આવેલા રહેઠાણમાં રોકાઈ છે. જોકે, પુરુષ ક્રિકેટ ટીમ માટે આપવામાં આવેલા રૂમ ખૂબ નાના હોવાની વાત સામે આવી હતી. ખાસ કરીને ક્રિકેટરોના મોટા કિટ બેગ રાખવા માટે પણ પૂરતી જગ્યા ન હોવાનું જણાવાયું હતું.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને BCCIએ હસ્તક્ષેપ કર્યો હતો. ટીમ જાપાન જવા રવાના થાય તે પહેલાં BCCIએ પોતાના સ્તરે ખાનગી હોટેલમાં રૂમની વ્યવસ્થા કરી હતી, જેથી ખેલાડીઓને આરામ અને પ્રેક્ટિસ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.

ગોલ્ડ મેડલ બચાવવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2026માં અગાઉ જીતેલા ગોલ્ડ મેડલનો બચાવ કરવા મેદાનમાં ઉતરશે. ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે.ભારતીય સમય અનુસાર ક્વાર્ટર ફાઇનલ મુકાબલો સવારે 10:00 વાગ્યે શરૂ થશે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચશે તો 1 ઓક્ટોબરે ફરી મેદાનમાં ઉતરશે. સેમિફાઇનલ પણ સવારે 10:00 વાગ્યે શરૂ થશે.ભારત ફાઇનલમાં પહોંચશે તો ગોલ્ડ મેડલ માટેનો મુકાબલો પણ ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે રમાશે.ટીમ ઈન્ડિયા માટે એશિયન ગેમ્સનું લક્ષ્ય માત્ર ભાગ લેવાનું નહીં, પરંતુ અગાઉ જીતેલા ગોલ્ડ મેડલને જાળવી રાખવાનું રહેશે. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં કિટ અને રહેઠાણ સાથે જોડાયેલી મુશ્કેલીઓએ ટીમ મેનેજમેન્ટ સામે અલગ પ્રકારનો પડકાર ઊભો કર્યો છે.

આ પણ વાંચો – On this Day : 19 વર્ષ પહેલા આજના દિવસે જ યુવરાજ બન્યો હતો સિંહ, આ રીતે બ્રોડ પર ત્રાટક્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *