Assamની બ્રહ્મપુત્ર નદીમાં દેખાયું અનોખું પાણીનું વાવાઝોડું, આ અદ્ભૂત નજારો જોઈ લોકોને થયું આશ્ચર્ય

📅 Published: August 25, 2026 | 📂 Category: India National

આપણે અવારનવાર ધૂળના તોફાનો વિશે સાંભળતા હોઈએ છીએ, પરંતુ નદી કે સમુદ્રની મધ્યમાં પાણીનું તોફાન (વોટરસ્પાઉટ) જોવું એ અત્યંત દુર્લભ ઘટના છે. આસામના બારપેટા જિલ્લાના બાગબાર વિસ્તારમાં આવેલા પહારપુર નજીક બ્રહ્મપુત્ર નદીમાં આવું જ એક અનોખું અને આશ્ચર્યજનક દૃશ્ય કેમેરામાં કેદ થયું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

બ્રહ્મપુત્ર નદીમાં આકાશ તરફ ઊછળ્યો પાણીનો વમળ

બ્રહ્મપુત્ર નદીમાંથી સીધો આકાશ તરફ જતો પાણીનો મોટો સ્તંભ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અચાનક સર્જાયેલા આ અનોખા દૃશ્યને કારણે લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. કેટલાક સ્થાનિકો તેને કોઈ કુદરતી આફત કે ભૂકંપનો સંકેત માની રહ્યા છે, જોકે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના મતે પાણીના આ વમળને ભૂકંપ સાથે જોડવા માટે કોઈ નક્કર વૈજ્ઞાનિક આધાર નથી.

શું છે આ ‘વોટરસ્પાઉટ’ (Water Spout) અથવા પાણીનું તોફાન?

હવામાનશાસ્ત્ર મુજબ, પાણીના આ સ્તંભને ‘વોટરસ્પાઉટ’ અથવા જળ-ટોર્નેડો કહેવામાં આવે છે. જ્યારે પાણીના મોટા સ્ત્રોત (જેમ કે સમુદ્ર, મોટો તળાવ કે વિશાળ નદી) પર હવાનું દબાણ ખૂબ ઘટી જાય છે અને તીવ્ર પવનો ગોળ-ગોળ ફરવા લાગે છે, ત્યારે પાણી આકાશ તરફ ખેંચાઈને એક ઊંચા સ્તંભનું રૂપ ધારણ કરી લે છે.

૪ વર્ષ પહેલાં પણ આસામમાં જોવા મળી હતી આવી ઘટના

બ્રહ્મપુત્ર નદીમાં આ પ્રકારનું ચક્રવાત પ્રથમ વખત નથી સર્જાયું. અહેવાલો અનુસાર, આ પહેલા મે ૨૦૨૨ માં પણ આસામના બારપેટા અને આસપાસના બ્રહ્મપુત્ર નદીના કિનારે આ જ રીતનો પાણીનો સ્તંભ જોવા મળ્યો હતો. હાલમાં ફરી એકવાર આ દુર્લભ ઘટનાએ લોકો અને હવામાનશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો : Karnataka: BJP ધારાસભ્યની પુત્રીના થપ્પડનો જવાબ મહિલા SI એ થપ્પડથી જ આપ્યો, VIDEO


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *