Assam Flood: આસામમાં પૂરથી 105ના મોત, 96 હજાર ઘર પ્રભાવિત

📅 Published: August 20, 2026 | 📂 Category: India National

આસામમાં આવેલા વિનાશક પૂરના એક મહિના પછી પણ, ઘણા અસરગ્રસ્ત પરિવારોનું જીવન સામાન્ય થયું નથી. શિવસાગર જિલ્લામાં, પૂર પીડિતો હજુ પણ તેમના ઘરે પાછા ફરવા અને તેમના જીવનને ફરીથી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે સીએમ હિમંતા બિસ્વા સરમા આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. 

પીએમ મોદીને મળશે હિમંતા બિસ્વા 

પૂરના કારણે ઘણા પરિવારોના ઘરો, આવશ્યક ચીજવસ્તુઓ અને અનાજનો ભંડાર સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ઘણા વિસ્તારો હજુ પાણીમાં છે. જ્યારે અન્ય સ્થળોએ, પાણી ઘટવાથી કાંપ અને કાદવના જાડા સ્તરો પાછળ રહી ગયા છે. લોકો તેમના ઘરોને ફરીથી રહેવા યોગ્ય બનાવવા માટે સફાઈ કરવામાં વ્યસ્ત છે. પીડિતોએ જણાવ્યું હતું કે ભારે પૂરના પાણીએ વર્ષોની મહેનત દ્વારા એકઠા કરેલા અનાજ અને ઘરવખરીની વસ્તુઓનો નાશ કર્યો છે. ઘણા પરિવારોને સુરક્ષિત આશ્રયનો અભાવ છે અને તેઓ ભાડાના રૂમમાં રહેવા માટે મજબૂર છે.

પૂરને લઇને કેટલું નુકસાન ? 

તાજેતરના પૂરથી ઉપલા આસામ જિલ્લાઓ શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટમાં વ્યાપક નુકસાન થયું છે. આશરે 105 લોકોએ જીવ ગુમાવ્યા છે, 26,681 ઘરો પ્રભાવિત થયા છે અને અંદાજિત નુકસાન ₹480 કરોડ છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 96,842 અસરગ્રસ્ત પરિવારોને ₹15,000 ની વચગાળાની સહાય પૂરી પાડી છે, જેનો ખર્ચ ₹146 કરોડ થયો છે. બેઠક દરમિયાન, મુખ્યમંત્રી શર્મા પૂરગ્રસ્ત વિસ્તારો માટે ખાસ રાહત પેકેજની પણ માંગ કરી શકે છે. તેઓ પ્રધાનમંત્રીને પુનર્વસન, વળતર અને લાંબા ગાળાના પૂર નિયંત્રણ પગલાં વિશે માહિતી આપશે. કેન્દ્રએ પહેલાથી જ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.

25 જિલ્લાઓ અને 2734 ગામો પૂર પ્રભાવિત 

આસામના 25 જિલ્લાઓ અને 2,734 ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે. પ્રારંભિક અંદાજ મુજબ આશરે ₹450 કરોડનું નુકસાન થયું છે. વળી ચાના ઉત્પાદનને અસર થઈ છે કારણ કે વાવેતર પાણી અને કાંપથી ડૂબી ગયા છે, જેના કારણે એસ્ટેટ માલિકોને નોંધપાત્ર નુકસાન થયું છે.  ખેતરોમાં કામ કરતા મજૂરો આજીવિકાના સંકટનો સામનો કરી રહ્યા છે.

NDRF અને SDRFના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકો રાહત શિબિરોમાં જવા માટે પોતાના ઘર છોડવા માટે તૈયાર નથી, જેના કારણે સમયસર બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે.

જોકે કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓછુ થઈ રહ્યું છે, પરંતુ કટોકટી હજુ પણ દૂર નથી.  બચાવ અને રાહત કામગીરી હાલમાં ચાલી રહી છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે પુનર્વસન અને પૂરથી થયેલા નુકસાનની ભરપાઈ માટે ₹1,000 કરોડથી વધુની જરૂર પડી શકે છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA) ના 18 ઓગસ્ટ સુધીના ડેટા દર્શાવે છે કે આ વર્ષે પૂરમાં 105 લોકોએ જીવ ગુમાવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *