Auto News: આ ઇલેક્ટ્રિક કારે તોડ્યા સ્પીડના તમામ રેકોર્ડ; 503 kmphની ઝડપે દોડીને રચ્યો એક નવો ઇતિહાસ!

📅 Published: November 9, 2026 | 📂 Category: Business

ચીનની દિગ્ગજ વાહન નિર્માતા કંપની BYD ની લક્ઝરી કાર બ્રાન્ડ Yangwang એ ઇલેક્ટ્રિક કાર ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ કારે 503.17 કિલોમીટર પ્રતિ કલાક (kmph) ની ટોપ સ્પીડ હાંસલ કરીને વિશ્વની સૌથી ઝડપી પ્રોડક્શન કારનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ખાસ વાત એ છે કે 500 kmph નો આંકડો પાર કરનારી આ વિશ્વની પહેલી પ્રોડક્શન કાર અને પહેલી ઇલેક્ટ્રિક પ્રોડક્શન કાર બની ગઈ છે. અગાઉ સપ્ટેમ્બર 2025 માં આ જ કારે જર્મનીના ટ્રેક પર 496.22 kmph ની ઝડપ પકડી હતી, જેણે હવે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

FIA અને ગિનિસ રેકોર્ડ્સમાં નોંધાઈ સિદ્ધિ

આ અદ્ભુત રેકોર્ડ 1 નવેમ્બર 2026 ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબુ ધાબીમાં સ્થિત શેખ ખલીફા બિન જાયદ ઇન્ટરનેશનલ રોડ (E11) પર બનાવવામાં આવ્યો હતો. જર્મનીના પ્રખ્યાત રેસિંગ ડ્રાઈવર માર્ક બાસેંગ દ્વારા ચલાવવામાં આવેલી આ કારના ટેસ્ટ માટે રોડની સપાટીની ખાસ તપાસ અને સફાઈ કરવામાં આવી હતી. આ સિવાય બેટરી અને મોટરનું તાપમાન નિયંત્રિત રાખીને સસ્પેન્શન અને ટાયર પ્રેશરમાં પણ જરૂરી ફેરફાર કરાયા હતા. આ સિદ્ધિને આંતરરાષ્ટ્રીય મોટરસ્પોર્ટ સંસ્થા FIA દ્વારા માન્યતા આપવામાં આવી છે અને કાર તથા તેના ટાયરોના નામે કુલ ચાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે.

<a href="

=” target=”_blank”>

=

ચાર ઇલેક્ટ્રિક મોટરથી 3,000 PS થી વધુ તાકાત

Yangwang U9 Xtreme માં અદભુત પાવર માટે ચાર ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે સંયુક્ત રીતે 3,000 PS કરતા પણ વધુ શક્તિ ઉત્પન્ન કરે છે. આ દરેક મોટર 30,000 RPM સુધીની ગતિથી ફરી શકે છે. કંપનીએ મોટર્સમાં અલ્ટ્રા-થિન સિલિકોન સ્ટીલ અને મજબૂત ઘટકોનો ઉપયોગ કર્યો છે, જે તેની ક્ષમતાને વધુ બેજોડ બનાવે છે. કારમાં 1,200V ની અલ્ટ્રા-હાઇ-વોલ્ટેજ સિસ્ટમ આપવામાં આવી છે. સાથે જ, તેમાં લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP) ટેક્નોલોજીવાળી Blade Battery છે, જેની ડિસ્ચા ક્ષમતા 30C છે અને તે બેટરીનું તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

અત્યાધુનિક ટાયર અને સસ્પેન્શન ટેક્નોલોજી

આટલી ભયાનક ઝડપે દોડતી વખતે કારને રસ્તા પર મજબૂત પકડ અને સંતુલન આપવા માટે ખાસ સેમી-સ્લિક ટાયર લગાવવામાં આવ્યા છે, જેને Giti Tire સાથે મળીને તૈયાર કરવામાં આવ્યા છે. આ કારમાં અપડેટેડ DiSus-X ઇન્ટેલિજન્ટ બોડી કંટ્રોલ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રોનિક સસ્પેન્શન સિસ્ટમ ચારેય વ્હીલ્સને અલગ-અલગ કંટ્રોલ કરે છે, જેના કારણે હાઇ સ્પીડમાં ટર્ન લેતી વખતે, બ્રેક મારતી વખતે કે અચાનક સ્પીડ વધારતી વખતે કાર સંપૂર્ણ સ્થિર રહે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *