ચીનની જાણીતી ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની BYD એ જર્મનીના હેનોવરમાં આયોજિત ‘IAA ટ્રાન્સપોર્ટેશન 2026’ માં યુરોપિયન માર્કેટ માટે તેના એડવાન્સ કોમર્શિયલ વ્હીકલ્સની નવી રેન્જ રજૂ કરી છે. આ લાઇનઅપનું મુખ્ય આકર્ષણ કંપનીનો ફ્લેગશિપ હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રક ETT 44 છે, જે શાનદાર રેન્જ અને સુપરફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે આવે છે. આ ટ્રકની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર 20 મિનિટના ચાર્જિંગમાં 400 કિલોમીટર સુધી ચાલવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ કંપની આ વ્હીકલ પર 10 વર્ષની વોરંટી પણ આપી રહી છે.
સુપરફાસ્ટ મેગાવાટ ચાર્જિંગ ટેકનોલોજી
આ ટ્રકની સૌથી મોટી વિશેષતા તેમાં આપવામાં આવેલી 1.5 Megawatt (MW) મેગાવાટ ચાર્જિંગ ટેકનોલોજી છે.
- ઝડપી ચાર્જિંગ: આ ટેકનોલોજીની મદદથી ટ્રકની બેટરી માત્ર 20 મિનિટમાં 20% થી વધીને 80% સુધી ચાર્જ થઈ જાય છે.
- ક્વિક રેન્જ: માત્ર 20 મિનિટના ચાર્જિંગમાં આ ટ્રક લગભગ 400 કિલોમીટર (248 માઇલ) સુધી ચાલવાની રેન્જ આપે છે.
ETT 44 ઇલેક્ટ્રિક ટ્રકના મુખ્ય ફીચર્સ અને ક્ષમતા
BYD નો આ ફ્લેગશિપ ટ્રક ભારે માલસામાનની હેરફેર અને લાંબા અંતરના લોજિસ્ટિક્સ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
- વજન વહન ક્ષમતા: આ ઇલેક્ટ્રિક ટ્રક કુલ 48.5 ટન સુધીનો ભાર ઉપાડવામાં સક્ષમ છે.
- બેટરી અને પાવર: આમાં 651 kWh ની શક્તિશાળી ‘બ્લેડ બેટરી’ લગાડવામાં આવી છે, જે મહત્તમ 986 હોર્સપાવર (hp) નો દમદાર પાવર જનરેટ કરે છે.
- ચાર્જિંગ સમય: સામાન્ય ચાર્જરથી તેને પૂર્ણ ચાર્જ થવામાં 1 કલાકનો સમય લાગે છે, પરંતુ BYD ની નવી 1.5 MW ચાર્જિંગ ટેકનોલોજીથી તે 20 થી 80% માત્ર 20 મિનિટમાં ચાર્જ થાય છે.
- ટોટલ ડ્રાઇવિંગ રેન્જ: એકવાર ફૂલ ચાર્જ કરવા પર આ ટ્રક 600 કિલોમીટર (373 માઇલ) સુધીનું અંતર કાપી શકે છે.
10 વર્ષની વોરંટી અને એડવાન્સ સેફ્ટી ફીચર્સ
- લાંબા ગાળાની વોરંટી: કોમર્શિયલ ફ્લીટ માલિકોનો વિશ્વાસ જીતવા માટે BYD એ તેની બ્લેડ બેટરી પર 10 વર્ષ અથવા 7,46,000 માઇલ (લગભગ 12 લાખ કિલોમીટર) ની સ્ટાન્ડર્ડ વોરંટી આપવાની જાહેરાત કરી છે. યુરોપમાં અન્ય કોઈ કંપની દ્વારા આપવામાં આવતી વોરંટી કરતાં આ ઘણી વધારે છે.
- સેફ્ટી ફીચર્સ: ડ્રાઇવરની સુરક્ષા અને સુવિધા માટે તેમાં અનેક આધુનિક ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવ્યા છે. જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન-કીપિંગ આસિસ્ટ, બ્લાઇન્ડ-સ્પોટ ડિટેક્શન અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.
BYD નો સંપૂર્ણ ઇકોસિસ્ટમ પ્લાન
BYD માત્ર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નથી કરી રહી, પરંતુ કોમર્શિયલ ફ્લીટને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવા માટે એક આખો ઇકોસિસ્ટમ પૂરો પાડી રહી છે. જેમાં ‘ઈ-વેલી’ (E-Vali) લાઈટ કોમર્શિયલ વાનથી લઈને 48.5 ટનના ભારે ટ્રક શામેલ છે. કંપની વાહનોની સાથે-સાથે મેગાવાટ બેટરી, ચાર્જર, એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (ESS) અને ફાઇનાન્સની સુવિધા પણ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવી રહી છે. હાલમાં BYD ના ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો વિશ્વના 100 થી વધુ દેશોમાં સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.



