BAN Vs AUS: sobhana mostaryની મોટી ઈનિંગ, સદી ફટકારી તોડ્યા આ રેકોર્ડ્સ

📅 Published: October 11, 2026 | 📂 Category: cricket

બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમના નામે વનડે ક્રિકેટમાં એક અદ્ભુત અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ટીમની સ્ટાર બેટર શોભના મોસ્તારીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કાંગારૂ ટીમ સામે શાનદાર બેટિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. 11 ઓક્ટોબરે બ્રિસ્બેનના એલન બોર્ડર ફિલ્ડમાં રમાયેલી બીજી વનડે મેચમાં શોભનાએ તેની વનડે કરિયરની પ્રથમ અને યાદગાર સદી ફટકારી છે. તેની આ ઇનિંગના દમ પર બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે.

8 રનમાં 3 વિકેટ છતાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વાપસી

મેચની શરૂઆતમાં જ બાંગ્લાદેશની ટીમે માત્ર 8 રનના સ્કોર પર પોતાની 3 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી અને ટીમ ભારે મુશ્કેલીમાં હતી. આવા સમયે શોભના મોસ્તારીએ ક્રીઝ પર આવીને મોરચો સંભાળ્યો હતો. જમણા હાથની આ બેટરે ઓસ્ટ્રેલિયાના ઘાતક બોલિંગ આક્રમણ સામે 134 બોલમાં 118 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 18 ભવ્ય ચોગ્ગા સામેલ હતા. તેણે 45મી ઓવરમાં એનાબેલ સધરલેન્ડના બોલ પર સિંગલ લઈને પોતાની ઐતિહાસિક સદી પૂરી કરી હતી.

શોભનાએ એકસાથે તોડ્યા ઘણા મોટા રેકોર્ડ્સ

• ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ સદી: ઓસ્ટ્રેલિયા સામે મહિલા વનડેમાં સદી ફટકારનારી તે બાંગ્લાદેશની સર્વપ્રથમ બેટર બની છે.

• બાંગ્લાદેશનો હાઈએસ્ટ સ્કોર: શોભનાએ ફરગાના હકે વર્ષ 2022માં ભારત સામે બનાવેલા 107 રનના 4 વર્ષ જૂના રેકોર્ડને તોડીને બાંગ્લાદેશ માટે વનડેમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર (118 રન) બનાવ્યો છે.

• ચોથી બાંગ્લાદેશી બેટર: તે વનડે ક્રિકેટમાં સદી ફટકારનારી બાંગ્લાદેશની ઓવરઓલ ચોથી મહિલા ખેલાડી બની છે.

કેપ્ટન નિગાર સુલતાના સાથે 195 રનની ઐતિહાસિક ભાગીદારી

મુશ્કેલ સમયમાં શોભનાને કેપ્ટન નિગાર સુલતાનાનો અદ્ભુત સાથ મળ્યો હતો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 195 રનની રેકોર્ડબ્રેક ભાગીદારી થઈ હતી, જે બાંગ્લાદેશ મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ વિકેટ માટેની સૌથી મોટી પાર્ટનરશિપ છે. કેપ્ટન નિગારે પણ એક છેડો સાચવી રાખીને 114 બોલમાં 7 ચોગ્ગાની મદદથી અણનમ 74 રન ફટકાર્યા હતા.આ બંનેની શાનદાર બેટિંગના કારણે બાંગ્લાદેશે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 220 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભલે શોભના 48મી ઓવરમાં આઉટ થઈ ગઈ, પરંતુ તેની આ ઇનિંગે બાંગ્લાદેશના મહિલા ક્રિકેટને વિશ્વ સ્તરે એક નવી ઓળખ અપાવી છે.

આ પણ વાંચો – Umesh Yadavની રણજી ટ્રોફીમાં ધમાકેદાર એન્ટ્રી, પંજાબ માટે લીધી 2 વિકેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *