Banaskantha: ભીલડીમાં એક જ રાતમાં સાતથી વધુ બંધ મકાનનાં તાળા તૂટયાં

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

ભીલડી પંથકમાં તસ્કરોએ જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એક જ રાતમાં સાત થી વધુ બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ મકાનોના તાળાં તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતાં સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. એકસાથે ચાર મકાનોમાં ચોરીની ઘટના બનતાં સ્થાનિક લોકોમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો હોવાથી અનેક પરિવારો પોતાના વતન કે અન્ય સ્થળોએ ગયા છે અને તેમના મકાનો બંધ છે. તસ્કરોએ આ જ પરિસ્થિતિનો લાભ ઉઠાવી બંધ મકાનોને નિશાન બનાવ્યાં હોવાની આશંકા છે. રાત્રિના સમયે ચોરીની જાણ થતાં આસપાસના લોકોએ મકાનમાલિકો તેમજ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ પોલીસ તંત્ર સમક્ષ રાત્રિ પેટ્રોલિંગ વધારવા, ગાર્ડ પોઇન્ટ સક્રિય કરવા, આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવા અને તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવાની માંગ કરી છે. હવે પોલીસ તંત્ર આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને ભીલડીના નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ ક્યારે પુનઃસ્થાપિત કરે છે તે જોવું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *