Banaskantha News: અમીરગઢના બનાસ બ્રિજ પર ટેન્કર સાથે બાઈક અથડાતાં યુવકનું મોત

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ખાતે આવેલા બનાસ બ્રિજ પર એક અત્યંત દુખદ અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

રાત્રિના સમયે બેરિકેડ નિશાનનો અભાવ

મળતી માહિતી મુજબ, બ્રિજ પર સમારકામ માટે પાણીનું ટેન્કર લાવવામાં આવ્યું હતું, જેને બેદરકારીપૂર્વક રસ્તા પર જ મૂકી દેવાયું હતું. રાત્રિના અંધારામાં આ ટેન્કરની આગળ કે પાછળ કોઈપણ પ્રકારના બેરિકેડ કે ચેતવણી આપતા સૂચનાત્મક નિશાન (રિફ્લેક્ટર) મૂકવામાં આવ્યા ન હતા. આ અંધારા અને લાપરવાહીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત

આ અકસ્માતમાં રબારીયા ગામના રહેવાસી અને અમીરગઢના 30 વર્ષીય વાસુભાઈ ડામોર પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. અચાનક ટેન્કર સાથે બાઈક અથડાવાને કારણે વાસુભાઈનું ગંભીર ઈજાઓને લીધે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક વાસુભાઈ ઈકબાલગઢમાં પોતાના એક પરિચિતને મળવા આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Banaskantha News: Road Accident: Water Tanker on Iqbalgadh Bridge Causes Youth's Death

કોન્ટ્રાક્ટરની જવાબદારી સામે ઉઠતા ગંભીર સવાલો

આ ગમખ્વાર અકસ્માત બાદ હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે, શું આ નિર્દોષ યુવકના મોત માટે કોન્ટ્રાક્ટરની બેદરકારી જવાબદાર છે? હાઇવે કે બ્રિજ પર કોઈપણ પ્રકારના સમારકામ વખતે સુરક્ષાના નિયમોનું પાલન શા માટે ન કરવામાં આવ્યું? આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે અને તપાસના અંતે સત્ય બહાર આવ્યા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: Banaskanthaમાં ખાખી પણ સુરક્ષિત નથી! દાંતીવાડા BSF જવાન પર બુટલેગરોનો જીવલેણ હુમલો, ધારિયાં ઝીંકી લોહીલુહાણ કર્યા…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *