Banaskantha News: દાંતીવાડામાં ACBનો સપાટો! 50,000ની લાંચ લેતા સિંચાઈ વિભાગનો અધિકારી નિમેષ પટેલ ઝડપાયો

📅 Published: September 24, 2026 | 📂 Category: Crime

બનાસકાંઠા જિલ્લામાંથી ભ્રષ્ટ અધિકારીઓ સામે એસીબી (ACB) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પાલનપુર એસીબી યુનિટ દ્વારા દાંતીવાડા સિંચાઈ ઓફિસમાં એક સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરકારી ઓફિસમાં જ બેસીને ગેરકાયદે લાંચ ઉઘરાવતા મદદનીશ અધિક્ષક વિભાગના અધિકારીને એસીબીએ રંગે હાથે પકડી પાડતા ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

કોન્ટ્રાક્ટર પાસે બિલ પાસ કરવાના બદલે માંગી હતી લાંચ

પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા અધિકારીની ઓળખ નિમેષ પટેલ તરીકે થઈ છે, જે દાંતીવાડા સિંચાઈ ઓફિસમાં મદદનીશ અધિક્ષક વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. એક કોન્ટ્રાક્ટરનું બાકી નીકળતું બિલ પાસ કરી આપવાના બદલામાં નિમેષ પટેલે રૂપિયા 50,000 ની લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે અગાઉથી જ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે એસીબીએ આ પર્દાફાશ કર્યો હતો.

Banaskantha News: Assistant Engineer Nimesh Patel Trapped Taking Rs 50,000 Bribe by ACB

કાર્યપાલક ઈજનેરનું નામ ખૂલવાની શક્યતા, એસીબીની સઘન તપાસ

પાલનપુર એસીબીની ટીમે રંગે હાથે ટ્રેપ કરીને નિમેષ પટેલ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે, અને પ્રાથમિક ચર્ચા મુજબ આ કેસની તપાસમાં આગામી સમયમાં કોઈ કાર્યપાલક ઈજનેરનું નામ પણ ખૂલી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. એસીબી દ્વારા દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ ચાલુ છે.

આ પણ વાંચો: ambaji Bhadarvi Poonam Mela 2026: અમદાવાદથી અંબાજી પહોંચ્યો ઐતિહાસિક ‘લાલ દંડા સંઘ’, જાણો 192 વર્ષની ભવ્ય પરંપરાની ગાથા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *