Bank Holidays List: આ અઠવાડિયે 3 દિવસ બંધ રહેશે બેન્ક, જાણી લો તારીખ

📅 Published: August 18, 2026 | 📂 Category: India National

જો આ અઠવાડિયે તમને ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ કઢાવવો, રોકડ જમા કરાવવી કે અન્ય કોઈ મહત્વપૂર્ણ બેન્કિંગ કામ હોય તો રજાઓની તારીખો જાણી લેવી જરૂરી છે. ઓગસ્ટ 2026માં તહેવારો અને મહિનાના ચોથા શનિવારને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. બેન્ક હોલિડે રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે, જ્યારે બીજા અને ચોથા શનિવારે બેન્કો માટે રજા રહે છે.

  • 19 ઓગસ્ટ, બુધવાર: ત્રિપુરામાં મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિના કારણે બેન્કોમાં રજા રહેશે.
  • 22 ઓગસ્ટ, શનિવાર: મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેન્ક શાખાઓ બંધ રહેશે.
  • 23 ઓગસ્ટ, રવિવાર: સાપ્તાહિક રજાના કારણે સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.

આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ કેટલાક રાજ્યોમાં તહેવારોને કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડશે.

  • 25 ઓગસ્ટે- મિલાદ-ઉન-નબી અને પ્રથમ ઓણમના અવસર પર કેટલાક રાજ્યોમાં રજા રહેશે. 
  • 26 ઓગસ્ટે- ઈદ-એ-મિલાદ/બારાવફાત અને તિરુવોનમને કારણે અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. 
  • 28 ઓગસ્ટે – રક્ષાબંધનના કારણે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં બેન્ક શાખાઓમાં રજા રહેશે.

બેન્ક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગની સુવિધાઓ મળતી રહેશે. મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકાશે. ATM સેવા પણ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે. જોકે, પાસબુક અપડેટ, ચેક સંબંધિત કામ અને બ્રાન્ચમાં રોકડ જમા કરવા જેવા કામ માટે બેન્ક ખુલવાની રાહ જોવી પડશે.

આ પણ વાંચો : FDIના નિયમોમાં મોટા ફેરફાર કરવાની શક્યતા, 15,000 કરોડ સુધીના રોકાણને સીધી મંજૂરીની તૈયારી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *